________________
'
કાપડીયા, કપૂરચંદ વારૈયા જેવા વિદ્વાનો, હાઈકોર્ટના ન્યાયાધીશ સાકલચંદભાઈ શેઠ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કાંતિલાલભાઈ ઘીયા જેવા રાજકીય પુરુષો, સુરચંદભાઈ બદામી ઝવેરચંદભાઈ માસ્તર જેવા શ્રાવકો અવાર-નવાર પૂજ્યશ્રી પાસે આવતા અને પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવતા. એવું પણ સાંભળ્યું છે કે આગમોદ્ધારક પૂ. સાગરજી મહારાજ પણ પ્રાકૃતભાષા સંબંધી પ્રશ્નોમાં પૂજ્યશ્રીને જ પ્રમાણ માનતા.
પૂજ્યશ્રી અને પૂ. આ. શ્રી વિજય ધર્મધુરંધરસૂરિજી મ.ની મિત્રતા પણ ખૂબ સારી હતી. કેસરીયાજીનગર-પાલિતાણાની અંજલશલાકા વખતે પૂજ્યશ્રી સવારે દેરાસર જાય ત્યારે પૂ. ધર્મધુરંધરસૂરિજી મ.ને સાથે લઇ જતાં. કોઈ વાર બપોરે કે સાંજે પૂજ્યશ્રી જાતે જ એકાએક ધર્મધુરંધરસૂરિજી મ.ના આસને પહોંચી જાય અને પોતે વાંચેલા-સાંભળેલાવિચારેલા શ્લોક કે પદાર્થોની ચર્ચા કરે.
અનુપમ શ્રુતભક્તિ ઃ પ્રાકૃતભાષાના અધ્યયનનો વિકાસ થાય તે માટે પૂજ્યશ્રીએ દીક્ષાના છટ્ઠા જ વર્ષે પ્રાકૃતવિજ્ઞાનપાઠમાળાની રચના કરી. લોકો પ્રાકૃતભાષાના અભ્યાસમાં જોડાય તે માટે પ્રાકૃતરૂપમાળા, પાઠમાળાનું અધ્યયન થયા બાદ વાંચનનો મહાવરો વધે તે માટે તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રને સરળ એવી પ્રાકૃતભાષામાં નિબદ્ધ કરવાની પોતાની ઝંખનાને સાકાર કરવા ઋષભચરિત્રને સામે રાખી પ્રથમ સોપાનસ્વરૂપ સિરિયસળજ્ઞશ્વરિય ગ્રંથની રચના કરી. આ ગ્રંથ સિવાય સિરિચંદ્રરાયચરિયું (પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં), પાવિન્નાળા જેવા બીજા કેટલાક ગ્રંથોનું સર્જન કર્યું. બાળકો પણ પ્રાકૃતભાષાના અભ્યાસમાં જોડાઈ શકે તે માટે તેમણે બનાવેલ પ્રાકૃતવિજ્ઞાનબાળપોથી-૧૨-૩-૪ એ તેમની ભાષાના વિકાસ માટે અપાયેલ શ્રેષ્ઠ દેન છે.
सीयाचरियं, कहावली, नेमिनाहचरियं, जंबूसामिचरियं, विजयचंदकेवलिचरियं, સવિત્તતર વિતરાજ઼ોાદા, મારામસોદાત્ત્તા, મેરુનંદન ઉપા. કૃત સ્તોત્રસંગ્રહ, સિરિવાજ્જા, પન્નુનમારસ્તવ-સટીજ જેવા પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોનું હસ્તપ્રત ઉપરથી પૂજ્યશ્રીએ કરેલ સંપાદન-સંશોધન-પ્રેસમેટ૨ પણ એમની સંપાદન-સંશોધકની સજ્જતાના ઘોતક છે. સાથે-સાથે પોતાને ગમતા ચંદ્રરાયચરિયું, સુરસુંવરીચરિય જેવા પ્રાકૃત ગ્રંથોની સંસ્કૃત છાયા-પદ્યાનુવાદ પણ તેમણે કર્યો હતો. તેમની આ પ્રતિભાને જોઈ પ્રો. ભોગીલાલ સાંડેસરાએ ઓરિસ્સારાજ્યમાં થયેલ પ્રાકૃત પરિષદમાં એ પ્રમાણે કહ્યું હતું કે : ‘પ્રાકૃતભાષાને જાણનારા અને તેમાં રચના કરનાર અનેક જૈનાચાર્યો થયા. વર્તમાનકાળમાં પણ પ્રાકૃતભાષાના પ્રચાર-પ્રસારમાં જૈનાચાર્યોનો ફાળો વધુ છે. તેમાં પણ આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજી આ ભાષાના સારા જાણકાર છે. જો તેમણે બનાવેલ પાડ્વવિખ્યાા ગ્રંથમાં એમના નામનો ઉલ્લેખ ન કર્યો હોત તો આ રચાના ક્યા સૈકાની છે ? અને કયા વિદ્વાને આ કૃતિ રચી છે ? એ પ્રશ્ન થાત.’
ગુરુભક્તિ : પૂ. ચંદ્રોદયસૂરિ મ. કહેલો પ્રસંગ યાદ આવે છે સુરતનો : ‘ત્યારે પૂજ્યશ્રી પૂ. વિજ્ઞાનસૂરિજી મ.થી થોડે દૂર આસન પર બેસી સ્વાધ્યાય કરતા હતા. સુરતનો શ્રીસંઘ આવ્યો. પૂ. વિજ્ઞાનસૂરિજી મ.ને વંદન કરી પૂજ્યશ્રી પાસે ગયો અને સંઘમાં પધારવાની વિનંતિ કરી. પૂજ્યશ્રીએ તે વિનંતિ સરળ સ્વભાવ હોઈ તરત જ સ્વીકારી લીધી,ણ પણ પૂ. વિજ્ઞાનસૂરિજી મ.ને થયું કે : ‘આ યોગ્ય થતું નથી.' તેમણે સંઘના