________________
દૃઢનિશ્ચય : નાવલીથી વિહાર કરી આવ્યા પૂ. ગુરુદેવ શાસનસમ્રાટુ પાસે. વંદન કરી પૂજ્યશ્રી પાસે બેઠાં. ત્યાં તેઓ બોલ્યા : “અલ્યા વિજ્ઞાન ! આ નૂતનમુનિ કોણ છે ?” ત્યારે વિજ્ઞાનવિજયજી મહારાજે નૂતનમુનિનો પરિચય આપ્યો. છેલ્લે કહ્યું : “સાહેબ ! મારે તો આ કસ્તૂર એક જ બસ છે.” ઉત્તરમાં પૂ. શાસનસમ્રાટે મન્દ સ્મિત સાથે મૂક આશિષ આપ્યાં. હવે વારો હતો બંને ગુરુ-શિષ્યનો. તૈયાર થવાનું હતું. બંનેએ. શરુ થયો એક મહાયજ્ઞ. પૂ. વિજ્ઞાનવિજયજી મહારાજે શિષ્યને ભણાવવા માટે ખૂબ-ખૂબ મહેનત કરી. સર્વ બાહ્યવ્યવહાર અને ઇતર પ્રવૃત્તિઓનો ત્યાગ કરી દીધો. લોકસંપર્ક ઓછો થાય અને શ્લોકસંપર્ક વધુ થાય તે માટે નાના-નાના ગામડાઓમાં ચાતુર્માસ કર્યા. પૂ. વિજ્ઞાનવિજયજી મહારાજ પોતાનું ગુરુપણુ ભૂલી ગોચરી-કાપ વગેરે કાર્ય પણ જાતે જ કરતા, કારણ લક્ષ્ય હતું. મુનિ કસ્તૂરવિજયજી ભણે. મુનિ કસ્તૂરવિજયજી પણ ગુરુજીની ભાવનાને અનુકૂળ થઈ પોતાનો ક્ષયોપશમ મંદ હોવા છતાં ખૂબ-ખૂબ મહેનત કરી રાતદિવસ જોયા વિના ૧૪-૧૪ કલાક ભણતા. સાથે-સાથે ગુરુભગવંતની દરેક આજ્ઞાને પોતાની ઇચ્છા બનાવીને સંયમજીવનનો કાળ પસાર કરવા લાગ્યા.
ગુરુકૃપા સાંભળ્યું છે કે : “પૂ. શાસનસમ્રાટુ જાતે જ બધા શિષ્યોને ભણાવતા હતા. ત્યારે એકવાર લાવણ્યવિજયજી મ. આદિ સાધુઓ ભણવા બેઠા હતા. ભણતા શબ્દ આવ્યો “અહુઠ.” પૂ. શાસનસમ્રાટે બધાને આ શબ્દનો અર્થ પૂછ્યો. વારા ફરતી બધાની સામે દૃષ્ટિ કરતા ઉત્તર મળ્યો નહી. પૂજ્યશ્રીએ કસ્તૂરવિજયજી તરફ જેવું જોયું કે ઉત્તર તૈયાર જ હતો. અદ્ધઠ એટલે સાડ ત્રણ. આનંદસહિત પૂ. શાસનસમ્રાટુ બોલ્યા : “આ કસ્તૂરવિજય જરૂરથી પ્રકૃતવિશારદ થશે.'
પૂજ્યશ્રીને જાણે તે આશીર્વાદ જ ફળ્યા. પ્રાકૃતભાષાનો ભણનારો વર્ગ ઓછો હોય, વળી આગમની ભાષા હોય, પૂજ્યશ્રીને આ ભાષા તરફ સહજ લાગણી પણ હતી. પરિણામ એ આવ્યું કે તેઓ પ્રાકૃતભાષાના એક મૂર્ધન્ય વિદ્વાનું થયા. એક વખત જેમને એક ગાથા ગોખવામાં કે બોલવામાં પણ તકલીફ પડતી હતી. તે કસ્તૂરવિજયજી એક સમર્થ વિદ્વાનુ-ગીતાર્થ અને ગ્રંથસર્જક થઇ ગયા. પહેલા જે સાધુઓ કે ગૃહસ્થો ‘મુનિ કસ્તૂરવિજયજી કેવી રીતે ભણશે ? કેવી રીતે વ્યાખ્યાન આપશે ?” વગેરે પ્રશ્ન પૂછતાં હતાં. તે બધા હવે આ વ્યક્તિની પ્રતિભા જોઈને હવે મૂક થઈ ગયા હતા.
પૂ. નંદનસૂરિજી મ.ના શિષ્ય મુનિ શ્રી વાચસ્પતિવિજયજીએ “જીવનસૌરભ' પુસ્તકમાં પૂજ્યશ્રીના જીવનસંબંધી એક પ્રસંગ ટાંક્યો છે જે સાંભળતા-વાંચતા પૂજ્યશ્રીએ પરમગુરુદેવની ભક્તિ-વૈયાવચ્ચ કરતા કેટલી કૃપા પ્રાપ્ત કરી હશે તેનો ખ્યાલ આવે છે.
પ્રસંગ છે સં. ૧૯૯૧ નો, સ્થળ છે પૂજ્ય શાસનસમ્રાટ્રનું જન્મસ્થળ મહુવા. ચાતુર્માસ ત્યાં જ હતું. ચાતુર્માસ પૂર્ણ થતાં લોકોના આગ્રહને વશ થઇ પૂ. શાસનસમ્રાશ્રીને ત્રણ સ્થળે એક-એક દિવસ પરિવર્તન કરવું પડ્યું. પહેલું ગુલાબચંદ વિઠલદાસને ત્યાં, બીજું હરજીવન છગનને ત્યાં, ત્રીજું બાલચંદ ભગવાનદાસને ત્યાં.
હરજીવન છગનને ત્યાં પૂ. શાસનસમ્રાટુ હોલમાં બિરાજમાન હતા. પૂ. વિજ્ઞાનસૂરિજી મ. સપરિવાર રૂમમાં બિરાજમાન હતા. તેમણે રૂમમાંથી ‘કસ્તૂર એ કસ્તૂર’ આ પ્રમાણે બૂમ પાડી, તે વખતે કસ્તૂરવિજયજી આસનથી ઉભા થઈ ત્યાં પહોંચે તે પહેલા તેમના (વિજ્ઞાનસૂરિ મ.ના) શિષ્ય વલ્લભવિજયજી જેઓ ત્યાં બેઠા હતાં, તેઓ
(S/O,