________________
અર્થ : તે વસ્તુ અવશ્ય છોડી દેવી કે જેનાથી હૃદયમાં કષાયરૂપી અગ્નિ
ઉત્પન્ન થાય. (પછી એ કષાય ક્રોધ, માન, માયા કે લોભ ચારમાંથી કોઈપણ હોય.) તે જ વસ્તુ ધારણ કરવી કે જેનાથી કષાયોનો
ઉપશમ થાય. (११) जइ इच्छह गुरुयत्तं, तिहुयणमज्झम्मि अप्पणो नियमा ।
ता सव्वपयत्तेणं परदोसविवज्जणं कुणह ।। અર્થ : હે આત્મન ! શું તું એમ ઈચ્છે છે કે, આ ત્રણ લોકની અંદર તારા
આત્માની મોટાઈ થાય, તારી સર્વત્ર યશ-કીર્તિ ફેલાય, તો એક કામ કર ! તારી તમામ શક્તિ લગાડી દઈ પરદોષદર્શન-પરદોષનિંદા
છોડી દે. (१२) जे अहमअहम अहमा, गुरुकम्मा धम्मवज्जिया पुरिसा ।
ते विय न निंदणिज्जा, किंतु दया तेसु कायव्वा ।। અર્થ: આ જગતમાં જે જીવો અધમ છે, અધમાધમ છે, ભારેકર્મી છે, ધર્મ
વિનાના છે. ઓ જીવ ! તું એમની પણ નિંદા ન કરીશ. તું માત્ર તેઓ
ઉપર કરૂણા જ ધારણ કરજે. (१३) पासत्थाइसु अहुणा संजमसिढिलेसु मुक्कजोगेसु ।
नो गरिहा कायव्वा, नेव पसंसा सहामज्झे ।। અર્થ: આ હુંડા અવસર્પિણી દુઃષમાકાળમાં શિથીલ સંયમજીવન જીવનારા,
મન-વચન-કાયાના શુભયોગોને ફેંકી દેનારા ઘણા પાસત્યાદિ સાધુઓ હોવાના જ. તું એમની નિંદા ન કરીશ. અને સભામાં – જાહેરમાં એમની પ્રશંસા પણ ન કરીશ. (લોકો એમના તરફ ખેંચાય
તો લોકોનું અહિત થાય.) (१४) काऊण तेसु करुणं जइ मन्नइ तो पयासए मग्गं ।
अह रुसइ तो नियमा न तेसिं दोसं पयासेइ ।। અર્થ : તેઓ ઉપર કરૂણા કરજે અને જો તને લાગે કે તેઓ તારી વાત માનશે
તો એમને સાચો માર્ગ બતાવજે. પણ તારો ઉપદેશ સાંભળી એ શિથિલ સાધુઓ ગુસ્સે થઈ જાય તો પણ એમના દોષોને ઉઘાડા ન
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ)
૭૯