________________
(४३) पिल्लिज्जेसणमिक्को पइन्नपमयाजणाउ निच्च भयं ।
काउं मणो वि अकज्जं न तरंइ काउण बहुमज्झे ।। १५८ ।। અર્થ : એકલો મુનિ આહારશુદ્ધિનું ઉલ્લંઘન કરી દે, તેને સ્ત્રીથી પતન
થવાનો નિત્ય ભય રહે. જો ઘણા મુનિઓ હોય તો તેમની વચ્ચે
રહેલો અકાર્ય કરવા માંગે તો પણ ન કરી શકે. (४४) एगदिवसेण बहुआ सुहा य असुहा य जीवपरिणामा ।
इक्को असुहपरिणओ चइज्ज आलंबणं लद्धं ।। १६० ।। અર્થ : મુનિજીવનના પર્યાયનો એક દિવસ પણ અનેક શુભ અને અશુભ
પરિણામોથી ભરપૂર બની શકે છે. એમાં એકાદ અશુભ પરિણામ
જ્યારે જાગે અને તે વખતે અશુભને ઉત્તેજિત કરતું આલંબન મળી
જાય તો તે આત્મા ચારિત્રધર્મનો ત્યાગ કરી દે તે અત્યંત શક્ય છે (४५) जो अविकलं तवसंजमं च साहू करिज्ज पच्छावि ।
अन्नियसुयव्व सो नियगमट्ठमचिरेण साहेइ ।। १७१।। અર્થ : જે આત્મા શરૂઆતના-પૂર્વાર્ધના-ભવમાં ઘણા પાપો કરે પણ જો
પાછળના કાળમાં તપ અને સંયમની આરાધના નિરતિચારપણે કરે (અતિચારાદિનું શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરે તો તે સાધુપણું નિરતિચાર કહેવાય) તો તેના તે ભવોના પાપો તો સળગી જાય પણ -ભવોભવના પાપો ભેગા બળીને ઝપાટાબંધ ખતમ થઈ જાય. લાગ
પડે તો તે આત્મા પરમાત્મા બની જાય. (૪૬) ઘર-ર-તુરાવલ મત્ત ફુવા વિ નામ સ્મૃતિ |
इक्को नवरि न दम्मइ निरंकुसो अप्पणो अप्पा ।। १८३ ।। અર્થ : ગધેડા, ઊંટ, ઘોડા કે બળદ; અરે મદોન્મત્ત હાથી પણ વશ કરી
શકાય કિન્તુ નિરંકુશ પોતાનો આત્મા વશ કરી શકાતો નથી. (૪૭) વાં સંતો સંનને તવેળા ચ |
माऽहं परेहिं दम्मतो बंधणेहिं वहेहि य ।। १८४ ।। અર્થ: (ખરી વાત તો એ જ છે કે બીજી બાબતોમાં પડવા કરતાં) આત્માનું
જ ઉગ્ર તપ અને વિશદ્ધ ચારિત્રનું પાલન કરવારૂપે નિયત્રણ કરવું.
૪૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧