________________
અત્યારે શા માટે (નિષ્કારણ) કોના ઉપર ગુસ્સો કરું? આ પ્રમાણે વિચારીને ધીરતાવાળા મહાત્માઓ સામી વ્યક્તિ ઉપર વિહ્વળ ન
બને.
(३९) अमुणिअपरमत्थाणं बंधुजणसिणेहवइयरो होइ ।
अवगयसंसारसहाव निच्छयाणं समं हिययं ।। १४३।। અર્થ: જે આત્માઓએ સંસાર સ્વરૂપનો પરમાર્થ (બધું અસાર છે.) જાણ્યો
નથી એવા સામાન્ય માણસોને સ્વજનો પ્રત્યે સ્નેહનો સંબંધ થાય છે. જેણે સંસારના સ્વભાવનું નિશ્ચયાત્મક સ્વરૂપ જાણ્યું છે તેનું હૃદય તો
સર્વજનો પ્રત્યે સમાન છે. (४०) अवरुप्परसंवाहं सुक्खं तुच्छं सरीरपीडा य ।
सारण वारण चोयण गुरुजणआयत्तया य गणे ।। १५५।। અર્થ : ગચ્છમાં રહેવાથી પરસ્પરનું (સાધર્મિક) મિલન થાય, સુખ-ભૌતિક
સુખ-સામાન્ય નહિવત) બની જાય, શરીરને પીડાઓ થાય, વડીલો તરફથી સારણા, વારણા, ચોયણા થતી રહે, ગુરુને પરાધીન રહેવાનું
થાય. (४१) इक्कस्स कओ धम्मो सच्छंदगइमइपयारस्स ।
किं वा करेउ इक्को परिहरउ कहमकज्जं वा ।। १५६।। અર્થ: સ્વચ્છંદીપણે વર્તવાની ગતિમાં જેની મતિનો ફેલાવો છે તેવા મુનિને
ધર્મ ક્યાંથી સંભવે? વળી તે એકલો તપ, ક્રિયા વગેરે શી રીતે કરી
શકશે ? અકાર્યોનો પરિહાર પણ કેવી રીતે કરશે? (४२) कत्तो सुत्तत्थागम पडिपुच्छण चोयणा य इक्कस्स ।
विणओ वेयावच्चं आराहणया य मरणंते ।। १५७।। અર્થ : એકલો સાધુ સૂત્ર અને અર્થનો લાભ કોની પાસેથી પામશે ? વળી
એમાં ઉત્પન્ન થતી શંકાઓ કોને પૂછશે? તેની ભૂલો બદલ કોણ ઠપકો આપશે ? તેને વડીલ જ નહિ હોય તો કોનો વિનય કરશે? તેની સાથે સાધુઓનું વૃન્દ નહિ હોય તો વૈયાવચ્ચ કરવાનો લાભ શી રીતે મેળવશે ? તેને મરતી વખતે નિર્ધામણા કોણ કરાવે ?
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૪૧