________________
દેવ પ્રત્યે ભક્તિ-બહુમાન રાખવું, (૨૨) સર્વદા સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત સ્થાનમાં રહેવું, (૨૩) શ્રદ્ધામાં સ્થિર રહેવું, (૨૪) પ્રમાદશત્રુનો કદી વિશ્વાસ ન કરવો, (૨૫) આત્માના સ્વરૂપની પૂર્ણતા વિચારવી, (૨૬) સર્વત્ર જિનાજ્ઞાને જ આગળ કરવી, (૨૭) કુવિકલ્પોનો ત્યાગ કરવો, (૨૮) આપ્ત વૃદ્ધ પુરુષોને પગલે ચાલવું, (૨૯) આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો અને (૩૦) ચિદાનન્દની એ અનુભૂતિમાં સદૈવ મસ્તાન રહેવું.
૩૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧