________________
અર્થ : આવા ચૈત્ર્યાદિ ભાવનાઓના અભ્યાસને શુદ્ધ કરનાર શ્રુતગર્ભિત
વિનયનું મૂળ કોણ ? કોણ આ વિનય અપાવે ? એ ગુરુવિનય અપાવનાર ચાર વસ્તુઓ છે. (૧) સિદ્ધાન્તકથા-શાસ્ત્રોનો સ્વાધ્યાય, (૨) સત્પુરુષો સાથે સંપર્ક-સદ્ગુરુઓનો સંગ, (૩) પોતાના મોતનો વિચાર, (૪) પાપોના અને પુણ્યોના વિપાકોનું
ચિંતન.
(५३) एतस्मिन्खलु यत्नो विदुषा सम्यक् सदैव कर्त्तव्यः । आमूलमिदं परमं सर्व्वस्य हि योगमार्गस्य ।।
અર્થ માટે બુદ્ધિમાને હંમેશા આ સિદ્ધાન્તકથાદિ ચાર વસ્તુમાં જ સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ. મોક્ષ અપાવનાર યોગમાર્ગનું મૂળ કારણ આ ચાર વસ્તુ છે. કેટલો સુંદર ક્રમ છે ? (૧) સિદ્ધાન્તકથાદિ ચાર વસ્તુઓ સાધો, (૨) એનાથી શ્રુતગર્ભિત ગુરુવિનય પામો, (૩) એનાથી મૈત્ર્યાદિ ભાવનાઓના અભ્યાસની શુદ્ધિ પામો, (૪) એનાથી મૈત્ર્યાદિ ભાવનાઓને સિદ્ધ કરો, (૫) એનાથી મોક્ષ પામો. (५४) धर्मश्रवणे यत्नः सततं कार्यो बहुश्रुतसमीपे ।
हितकाङ्क्षिभिर्नृसिंहैर्वचनं ननु हारिभद्रमिदम् ।।
અર્થ : સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજનું આ વચન છે કે, “પોતાના આત્માનું હિત ઇચ્છતા એવા ઉત્તમપુરુષોએ બહુશ્રુત-જ્ઞાની એવા મહાત્માઓ પાસે ધર્મનું શ્રવણ કરવામાં સતત પ્રયત્ન કરવો જોઈએ.”
મનનનનન+
૧૫૮
***********
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧