________________
શિષ્યોને પોષ્યા હોય. પણ એ કુપાત્ર શિષ્યો ! પંખીને=હંસને પાંખ આવે અને એ પોતાના માતા-પિતાને છોડીને ઉડી જાય એમ આ શિષ્યો શક્તિમાન બનતાંની સાથે ગુરુને છોડીને ચારે દિશામાં ભાગી
જાય છે. (१५०) परमत्थसंथवो वा सुदिट्ठपरमत्थसेवणा वा वि ।
वावण्णकुदसणवज्जणा य, सम्मत्तसद्दहणा ।। અર્થ : સમ્યગ્દર્શનની હાજરી સૂચવતા ચાર પ્રકારના સમ્યકત્વશ્રદ્ધાન રૂપ
લિંગો છે. (૧) જીવાદિ પદાર્થોના વારંવાર ચિંતનરૂપ / પરમાર્થસંસ્તવ (૨) જેઓએ આ અણમોલ પરમાર્થો-તત્ત્વો સારી રીતે જાણ્યા છે તેવા સદ્ગુરુઓની સેવા (૩) જેઓ સમ્યક્તથી ભ્રષ્ટ થયેલા છે તેવા કહેવાતા જૈન એવા પણ શિથિલાચારી સાધુ વગેરેના પરિચયાદિનો ત્યાગ, (૪) મિથ્યાત્વી અજૈન સંન્યાસી વગેરેના
પરિચયાદિનો ત્યાગ. (१५१) नादंसणिस्स नाणं, नाणेण विणा न होन्ति चरणगुणा ।
अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ।। અર્થઃ સમ્યગ્દર્શન વિના જ્ઞાન હોઈ શકતું નથી. અને એ સમ્યજ્ઞાન વિના
ચારિત્રના ગુણો સંભવિત નથી. અને ચારિત્રગુણો વિનાના જીવને તો મોક્ષ ન જ મળે. અને મોક્ષ વિના નિર્વાણ અનંતસુખની પ્રાપ્તિ શક્ય નથી. (માટે ૨૪૬મી ગાથામાં બતાવેલ ચાર ભેદરૂપ
સમ્યગ્દર્શન જ પ્રથમ પ્રાપ્ત કરવું.) (१५२) गुरुसाहम्मियसुस्सूसणयाए णं भंते ! जीवे किं जणयइ ?
गुरुसाहम्मियसुस्सूसणयाए णं विणयपडिवत्ति जणयइ विणयपडिवण्णे अ णं जीवे अणच्चासायणासीले नेरइअतिरिक्खजोणिअमणुस्स-देव-दुग्गइओ निरंभइ वण्णसंजलणभत्तिबहुमाणयाएमणुस्सदेवसुग्गइओ निबंधइ सिद्धिसोग्गइं च विसोहेइ, पसत्थाई च णं विणयमूलाई सव्वकज्जाई साहेइ अन्ने अ बहवे जीवे विणइत्ता ભફ !
૧૩૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧