________________
292
કરવું ઈમ આતમ તત્ત્વશુભ દર્શન,
જ્ઞાન આનન્દ ભરપૂર થવું સંતત, હિતકર જ્ઞાનીને અનુભવવેદ્ય આ,
પ્રકાર આપે યશોવિજય સુખ સંપદા. ॥૮॥ અધ્યાત્મસાર-આત્માનુભવાધિકાર (૨૦)ના શ્લોક ૩૮ થી ૪૫ સુધીનો પદ્યાનુવાદ -પૂજ્યાચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજીના શિષ્ય વિજયહેમચંદ્રસૂરિ
પૂજ્ય પીયૂષપાણિશ્રીની ગુરુ સ્તુતિ (મન્દાક્રાન્તા)
વાણી મીઠી ગુરુ તુજ તણી તત્ત્વવર્ષાવનારી, ને શ્રોતાને શ્રવણ કરવા સર્વદા પ્રેરનારી, સિદ્ધાંતોના ગહન વિષયો જાણનારા પ્રભાવી, વંદુ ભાવે અમૃત ચરણે ભક્તિથી શીષનામી... ૧
विविध हैम रचना समुच्चय