________________
કાશીમાં ત્રણ વર્ષ રહ્યાને, ચાર વર્ષ આગ્રામાં વાસ, ભટ્ટાચાર્ય ને ન્યાયાદિ, દર્શનનો કીધો અભ્યાસ, ચિન્તામણિ મહાગ્રન્થ તો જેની, જીભે રમતો સાંજ સવાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર... ન્યાયાદિ ષડ્રદર્શન સઘળા, ગ્રન્થોનો કીધો અભ્યાસ, આગમ તત્ત્વામૃતના પાને, પ્રગટ્યો અનુભવ જ્ઞાન ઉજાસ, ઉત્કટ ત્યાગ અને વૈરાગ્યે, ધન્ય કર્યો જેણે અવતાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વદન હો અમ વાર હજાર... હોય ભલે સંસ્કૃત કે પ્રાકૃત, ગદ્ય પદ્ય કે ગુજરાતી, સર સર કરતી વહેતી વાણી, જસ જાણે કો બૃહસ્પતિ, શત સંખ્યક વિધ વિધ વિષયોના, વિરચ્ય ગ્રન્થો અતિ મનોહાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર દર્ભાવતી નગરીમાં જેણે, ગણતાં મહામંત્ર નવકાર, છેલ્લો શ્વાસ મૂક્યો ને પામ્યા, સુરરમણીનો શુભ સત્કાર, ત્રયશત વર્ષ થયા પણ જેઓ, વિસરે નહીં પળ માત્ર લગાર વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર... શાસનના સમ્રાટ્ સૂરીશ્વર-નેમિ થયા તપગચ્છપતિ, તસ પાટે કવિરત્ન થયા, વિજયામૃતસૂરિ સૂક્ષ્મમતિ, સૌમ્યમૂર્તિ તસ પાટે સોહે, દેવસૂરિ મહા બડભાગી, હેમચન્દ્રસૂરિ શિષ્ય તસ, રચ્યું આ અષ્ટક સોભાગી.. અક્ષિ વેદ ગગના િ(૨૦૪૨) વર્ષે, આસો વદ એકમને દિન, શનિવારે ચિન્તામણિ પાર્થ પ્રભુ સાન્નિધ્યે થઈ તલ્લીન, પાર્લા પૂર્વ વિષે ચોમાસું રહીને નિજ ગુરુ શીતલ છાંય, પં. પ્રદ્યુમ્ન વિજયગણિ વિનતિ, સ્વીકારી અષ્ટક વિરચાય.
श्री यशोविजयजी गणिवरनी गुणानुवाद स्तुति
269