________________
ક. શ્રી સરસ્વતી દેવીની સ્તુતિ
(રાગ પ્રાભાતિક રાગ...) માત હે ભગવતિ ! આવ મુજ મન મહીં, જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટળી, કુમતિ મતિ વારિણી કવિ મનોહારિણી, જય સદા શારદા સારમતિદાયિની... ૧
શ્વેત પદ્માસના શ્વેત વસ્ત્રાવૃતા, કુન્દ શશિ હિમ સમા ગૌર દેહા,
સ્ફટિકમાળા વીણા કર વિષે સોહતા, કમલ પુસ્તકધરા સર્વમન મોહતા... ૨
અબુધ પણ કૈક તુજ મહેરને પામીને, પામતા પાર શ્રુત સિધુનો તે, અમ પર આજ તિમ દેવિ ! કરુણા કરો, જેમ લહીએ મતિ વિભવ સારો.... ૩
હિંસ તુજ સંગના રંગથી ભારતી, જિમ થયો ખીર નીરનો વિવેકી, તિમ લહી સાર નિસારના ભેદને,
આત્મહિત સાધું કર મુજ પર મહેરને... ૪ દેવિ ! તુજ ચરણમાં શિર નમાવી કરી, એટલું યાચીએ વિનયભાવે કરી, યાદ કરીએ તને ભક્તિથી જે સમે, જીભ પર વાસ કરજે સદા તે સમે... ૫
श्री सरस्वतीदेवीनी स्तुति
267