________________
૦
૮૦
૪. શ્રી ગૌતમરવામિજીનું સ્તવન
(રાગ બન્દ જીવન હે સંગ્રામ..) ગૌતમ ગુરુનું નામ સમરતાં હોવે મંગલમાળ ભવિયાં હોવે,
| વિનો દૂર પલાય ભવિયાં હોવે. શ્રી વસુભૂતિ દ્વિજ કુલ દીવો, માત પૃથ્વી કૂખ રત્ન ભવિયાં-માત, ઈન્દ્રભૂતિ પ્રભુ વચને બુઝી, પામ્યા સંયમ રન ભવિયાં-પામ્યાં, વીર પ્રભુના શિષ્ય પ્રથમ એ, ભવિજન તારણહાર, ભવિયાં-ભવિ, ગણધરવર કામિત વરદાયક, ગુણગણના આધાર-ભવિયાં-ગુણ... ૨ પ્રભુ મુખથી ત્રિપદી લહીને, દ્વાદશાંગી રચનાર-ભવિયાં-દ્વાદ, ઘોર મિથ્યાત્વતણા હરનારાં, જ્ઞાન પ્રકાશન હાર ભવિયાં-જ્ઞાન.... લબ્ધિ તણા ભંડાર પ્રભુજી, જિનશાસન શણગાર ભવિયાં-જિન, નામ જપતા પાતિક જાવે, પ્રગટે પુણ્ય નિધાન ભવિયાં-પ્રગટે.... પ્રહ ઉઠી ગૌતમ નામ જપે છે, તે લહે લીલવિલાસ ભવિયાં-તે. દુરિત ઉપદ્રવ દૂર કરીને, પામે શિવપુર વાસ ભવિયાં-પામે....૫ નિજ લબ્ધ અષ્ટાપદ ચઢીયા, વાંદ્યા જિન ચઉવીશ ભવિયાં-વાંદ્યાં, પંદરસો તાપસ પ્રતિબોધી, કીધા ત્રિભુવન ઈશ ભવિયાં-કીધા. ૬ કેઈ ભવ્યોને ભવજલધિથી, પાર કર્યા ભગવંત ભવિયાં પાર, તુજ કરકજથી દીક્ષિતજન સહુ, પામ્યા મુક્તિ મહંત ભવિયાં-પામ્યા. ૭ કાર્તિક સુદિ એકમને દિવસે, પામ્યા કેવલજ્ઞાન ભવિયાં-પામ્યા. નૂતન વર્ષ તણા સુપ્રભાતે, વર્યો જયજયકાર ભવિયાં-વર્યો. મનવાંછિત હોવે પ્રભુ નામે, સીઝે સઘળા કાજ ભવિયાં-સીઝે. હેમચન્દ્ર ગુરુદેવ પસાથે, આનંદ-મંગલ આજ ભવિયાં-આનંદ....
(રચનાઃ ૨૦૧૦)
જ
श्री गौतमस्वामिजी, स्तवन
265