________________
ખંભાત જૈન બંધુ સમાજે કર્યું. બૃહત્ ખરતરગચ્છીય જિનયશસૂરિના ઉપદેશથી છપાયેલ છે તેનું પુનઃ પ્રથમ પ્રકાશન જિનશાસન આરાધના ટ્રસ્ટ વિ. ૨૦૪૬માં કરેલ છે.
પ્રસ્તુત સંપાદન - ત્રણેય વૃત્તિઓનું એકત્રીકરણ અને તેનો હેતુ -
પ્રસ્તુત સંપાદનમાં ત્રણેય વૃત્તિઓનો પૂર્વ પ્રકાશકો સંશોધક-સંપાદક વિદ્ધ આચાર્ય ભગવંત મુનિવર્યનો સહૃદયતા પૂર્વક આભાર માનીએ છીએ કે તેઓએ અતિ પરિશ્રમ કરીને આ ત્રણ વૃત્તિઓ પઠન સુલભ બનાવી છે.
ખાસ નોંધ : મૂળગાથાઓનાં અર્થોમાં સાતત્ય જળવાય અને અર્થો સરળતાથી સમજાય એટલા માટે દીર્ઘકથાઓનો વિભાગ અમે આ સંપાદનમાં રાખ્યો નથી. પરંતુ પ્રસ્તુત પુનઃ સંપાદનમાં તિલકાચાર્ય સ્વીકૃત મૂલપાઠ ને અમે માન્ય રાખ્યો છે. તિલકાચાર્યની વૃત્તિમાં પ્રથમ સંપાદક આચાર્યશ્રીએ જે ૧૨ ક. પ્ર. નો ઉપયોગ કર્યો છે. તેની સંજ્ઞા યથાવત્ રાખી છે, પરંતુ વિવિધ ચિહ્નોને બદલે સળંગ ટિપ્પણી અંક આપ્યા છે. પાઠભેદ જણાયાં ત્યાં ચૂર્ણિ સંમત પાઠ અમે ટિપ્પણમાં ચતુષ્કોણ કોષ્ટક [ ] માં આપેલ છે. તિલકાચાર્યવૃત્તિનાં સંપાદનમાં જે પ્રસ્તાવના પ્રથમ સંપાદકશ્રીએ આપી છે તેનો સાર તેઓશ્રીની ભાષામાં 'પ્રસ્તાવનાસાર' શીર્ષકથી અમે અલગ આપ્યો છે.
આ ત્રણ વૃત્તિઓને પ્રતિગાથા દીઠ વિભક્ત કરીને પુનઃ પ્રકાશન કરીએ છીએ. તેનો મુખ્ય હેતુ તો ટીકાકાર ભગવંતોએ જે જે અર્થવૈવિધ્ય અને અર્થશદ્ય આપ્યા છે. તેનો વિવિધ નયથી અભ્યાસ સરળ બને તે છે.
ભવોદધિતારક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જિનપ્રભસૂરિચરણચંચરિક તત્વપ્રભાવિજય ગણિવર શ્રી સિદ્ધિપદ આરાધના ભવન
ખાનપુર, બહાઈ સેન્ટર વિ. સં. ૨૦૭૦, પોષ વદ-૧૦