________________
૫
(૧૪) ઈષુકારીય :- ૫૩ ગાથાના આ અધ્યયનમાં ઈષુકાર નગરના ૬ જીવોનાં દીક્ષાનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન છે. દાર્શનિક વિષયો પર સંવાદ પણ છે.
--
(૧૫) સભિક્ષુ ઃ- વેશ ધારણ કરવા માત્રથી સાધુ નથી થવાતું, માટે સાધુનું વ્યક્તિત્ત્વ કેવું હોવું જોઈએ તે – ૧૬ ગાથાના આ અધ્યયનમાં બતાવ્યું છે અને દરેક ગાથાના અંતમાં ‘સભિક્ષુ’ પદ મૂકેલ છે.
(૧૬) બ્રહ્મચર્ય સમાધિ :- ગદ્ય-પદ્યાત્મક આ અધ્યયનમાં જીવનની ઉન્નતિ માટે મહત્ત્વની વાત બતાવી છે બ્રહ્મચર્યની....! બ્રહ્મચર્યની મહત્તા-તેનાથી થતા અમૂલ્ય લાભો અને બ્રહ્મચર્યની રક્ષા માટે કરવામાં આવતી વાડોની વાતો જણાવી છે.
(૧૭) પાપશ્રમણીય :- સાધુત્વથી, સાધુનાં આચારોથી જે ભ્રષ્ટ થાય તે પાપશ્રમણ કહેવાય છે. કેટલી કેટલી રીતે પાપશ્રમણીયતા પ્રગટે તેનું વર્ણન આ અધ્યયનની ૨૧ ગાથામાં આપ્યું છે.
(૧૮) સંજય ઃ- રાજર્ષિ સંજયનું જીવનચરિત્ર ૫૪ ગાથામાં આલેખ્યું છે. સાથે સાથે પ્રસંગવશ ઘણા રાજાઓએ દીક્ષા લીધી તેનું વર્ણન છે.
(૧૯) મૃગાપુત્રીય ઃ- મૃગાપુત્રની વૈરાગ્યોત્પાદિકા કથા ૯૯ ગાથામાં કંડારવામાં આવી છે. પોતાનાં માતા-પિતા સાથે થયેલ સંવાદ પણ સુંદર છે. સાધુનાં આચારનું કથન કરી પ્રસંગોપાત નારકીય કષ્ટોનું વર્ણન આપવામાં આવ્યું છે. મૃગચર્માનાં દૃષ્ટાંતથી ભિક્ષાચર્યાનું વર્ણન છે.
(૨૦) મહાનિર્પ્રન્થીય :- અનાથી મુનિ અને રાજા શ્રેણિકની વચ્ચે સનાથ અને અનાથવિષયક સંવાદ રોચક છે. મહાનિર્પ્રન્થનો અર્થ સર્વવિરત સાધુ કરેલ છે.
(૨૧) સમુદ્રપાલીય :- ૨૪ પદ્યાત્મક આ અધ્યયનમાં સમુદ્રપાલની કથાનું વર્ણન કરી સુંદર બોધ ફરમાવેલ છે.
(૨૨) રથનેમીય :- ૫૧ ગાથાનાં આ અધ્યયનમાં મહત્ત્વપૂર્ણ વાત બતાવી છે. શ્રી રથનેમિજીને ઉત્પથમાંથી પથ પર લાવવા શ્રી રાજીમતીએ કરેલ ઉદ્બોધન અત્યંત હૃદયસ્પર્શી છે-પ્રસંગોપાત પ્રભુ શ્રી અરિષ્ટનેમિ, કૃષ્ણ આદિનું જીવન ચરિત્ર છે.
(૨૩) કેશિગૌતમીય :- ૮૯ ગાથાનાં આ અધ્યયનમાં ભગવાન્ પાર્શ્વનાથના સંતાનીય કેશી સ્વામીજી અને પ્રભુવીરના શિષ્ય પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી વચ્ચે થયેલ ધર્મવિષયક સંવાદ છે. સર્ચલ-અચેલ, ચાર મહાવ્રત-પાંચ મહાવ્રત આદિ વિષયો બાબત પ્રકાશ-પાડ્યો છે.
(૨૪) પ્રવચન માતા :- ૨૭ ગાથામાં ચારિત્ર જીવનનો ઉછેર જે માતાઓના ખોળે થાય છે તે અષ્ટ પ્રવચન માતાનું વર્ણન છે.
(૨૫) યજ્ઞીય :- ૪૫ ગાથાના આ અધ્યયનમાં જયઘોષમુનિ મહારાજ યજ્ઞ મંડપમાં બ્રાહ્મણોની સાથે સંવાદ કરતાં સાચો બ્રાહ્મણ કોણ ? તેનું સ્વરૂપ શું ? આધ્યાત્મિક યજ્ઞ કોને કહેવાય ? વિગેરે વસ્તુ પર પ્રકાશ પાથરે છે.