________________
જ
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ઉ૦ ૪
શબ્દાર્થ ઃ (૧) હે શિષ્ય? (૨) એ અન્ય તીથીઓ કામક્રોધાદિથી (૩) છતાએલ પિતાના શિષ્યનું (૪) રક્ષણ કરવા સમર્થ નથી (૫) અજ્ઞાની પિતાને (૬) પંડિત માને છે (૭) સ્વજન આદિ (૮) છોડી (૯) પૂર્વ પરિગ્રહ (૧૦) સંબંધ (૧૧) અન્ય પરિગ્રહમાં તથા આરંભમાં આસક્ત રહે છે ગૃહસ્થાના (૧૨) કાર્યોને (૧૩) ઉપદેશ આપે છે.
ભાવાર્થ – એ અન્યદર્શનીઓ કામ ક્રોધાદિકથી પરાજિત હાઈ હે શિષ્ય? સંસારથી રક્ષણ કરવામાં સમર્થ નથી થતા, અજ્ઞાની હોવા છતાં પિતાને પંડિત માને છે. એ લેકે પોતાના પૂર્વ પરિચિત માતાપિતા બંધવ આદિ સ્વજને તથા પરિગ્રહ વગેરેને સંબંધ છેડી સાધુ બની પશ્ચાત આરંભ તથા પરિગ્રહમાં આસક્ત બની રહે છે અને ગૃહસ્થના કાર્યને ઉપદેશ આપે છે. એમ જાણું આવા પાસસ્થાઓના સંગથી આત્માથી સાધકે દૂર રહેવું.
૧૨
तं च भिक्खू परिनाय, वियं तसु ण मुच्छए । अणुक्कस्से अप्पलीणे, मज्झेण मुणि जावए ॥ २ ॥ | શબ્દાર્થ : (૧) વિદ્વાન (૨) સાધુ (૩) અન્યતીથીઓ (૪) જાણીને તેના (૫) અનુષ્ઠાનમાં (૬) મંછિત (૭) ન બને (૮) વસ્તુના સ્વરૂપના જાણનાર મુનિ (૯) કોઈ પ્રકારને મદ નહિ કરતા (૧૦) ગૃહસ્થને કઈ વસ્તુને સંબંધ ન રાખતાં (૧૧) માધ્યસ્થવૃતિથી (૧૨) વ્યવહાર કરે.
| ભાવાર્થ – વિદ્વાન સાધુ અન્યતીથીએ, અસત્ય ઉપદેશ દેવાવાળા, તથા આરંભ પરિગ્રહમાં આસક્ત અશુભ અનુષ્ઠાનેવાળા, મિથ્યાદષ્ટિ મલિન ચિત્તવાળા, આત્માનું અહિત કરવાવાળાને જાણી તેનામાં મૂર્શિત ન બને, તેઓનો સંબંધ ન રાખે, અને કોઈ પ્રકારને મદ નહિ કરતાં ગૃહસ્થી તથા અન્યતીથીઓના સંસર્ગ રહિત માધ્યસ્થવૃત્તિથી જીવન વ્યતીત કરી આત્મકલ્યાણના માર્ગ તરફ દષ્ટિ રાખી રહે અને સંયમ પાલનમાં અપ્રમાદ ભાવથી રહે