________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૩
असंवुडा अणाईयं भमिहिन्ति पुणो पुणो । कप्पकालमुवजन्ति ठाणा आसुरकिब्विसिया ॥ १६ ॥
શબ્દાર્થ : (૧) ઈન્દ્રિય વિજયથી રહિત અન્યદર્શની આદિ (૨) રહિત (૩) સંસારમાં વારંવાર (૪) પરિભ્રમણ કરશે (૫) ચિરકાળ સુધી (૬) ઉત્પન્ન થાય છે (૭) સ્થાનમાં (૮) અસુર (૯) કિલ્પિષીમાં.
ભાવાર્થ – ઈન્દ્રિયવિજયથી રહિત અન્ય દર્શનીઓ વારંવાર સંસારમાં પરિભ્રમણ કર્યા કરશે. બાળ તપના પ્રભાવથી અસુર સ્થાનમાં ચિરકાળ સુધી કિલિવષી દેવતાપણે ઉત્પન્ન થઈ પશ્ચાત સંસાર પરિભ્રમણ રૂપે જન્મ મરણ કરતા રહેશે. પાખંડી લેકે મોક્ષ પ્રાપ્તિ માટે સાવધાન થઈ ઈન્દ્રિય તથા મનને વશ રાખી શકતા નથી અને એ બકવાદ કરે છે કે ઈન્દ્રિયના અનુરોધથી સર્વ વિષયના ઉપભોગ કરવાથી પરલેકમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે, આવા પ્રકારે લેલા ને ઉપદેશ આપી અસત્ય રસ્તે લઈ જાય છે. આવા દરાચારના કારણે કર્મ પાસમાં બંધાઈ વારંવાર નરક આદિ અધમ ગતિઓમાં યાતના સ્થાનમાં ઉત્પન્ન થઈ દુઓને ભેગવે છે. આવી રીતે અન્ય તીર્થીઓની સ્થિતિ જાણ સાધક આરંભ પરિગ્રહથી નિવૃત્ત થાય.
ત્રીજો ઉદ્દેશ સમાપ્ત.
एए जिया भो ? न सरणं, बाला पण्डियमाणिणो । हिचा णं पुव्वसंजोग, सिया किच्चोवएसगा ॥ १ ॥
૧૨