________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૧૦ ૩
શબ્દાર્થ : (૧) બુદ્ધિમાન પુરુષ (૨) એ લોકેને વિચાર કરીને નિશ્ચય કરે કે (૩) એ અન્યતીથીઓ (૪) બ્રહ્મચર્યમાં (૫) સ્થિત (૬) નથી (૭) અન્યતીથી (૮) એ સર્વ (૯) પૃથફ પૃથક્ (૧૦) બતાવે છે (૧૧) શ્રેષ્ઠ પિતપિતાના સિદ્ધાંતને.
ભાવાર્થ – બુદ્ધિમાન પુરુષ, એ અન્યતીથીઓને વિચાર કરીને નિશ્ચય કરે કે એ લેક બ્રહ્મચર્ય પાલન કરી શકતા નથી. તથા એ સર્વ અન્યતીર્થીઓ કામમાં આસક્ત પિતાના સિદ્ધાંતને જ શ્રેષ્ઠ હોવાનું બતાવે છે અને કામગની આસક્તિના કારણે સત્ય માર્ગને ગ્રહણ કરી શકતા નથી.
सए सए उचट्ठाणे सिद्धिमेव न अन्नहा । अहो इहेब
वसवत्ती सव्वकाम समप्पिए ॥ १४ ॥
શબ્દાર્થ : (૧) પિતપોતાના (૨) અનુષ્ઠાનમાં સિદ્ધ હવાનું બતાવે છે (૩) અન્ય સ્થળે (૪) સિદ્ધિ (૫) નથી (૬) મેક્ષ પ્રાપ્તિ કે પૂર્વ () આ જન્મમાં (૮) જિતેન્દ્રિય બનવું જોઈએ (૯) તેઓની સર્વ કામનાઓ (૧૦) સિદ્ધ થાય છે.
ભાવાર્થ – દરેક દર્શનવાળા પોતપોતાનાં અનુષ્ઠાનમાં સિદ્ધિ પ્રાપ્ત થવાનું બતાવે છે, અન્ય સ્થળમાં સિદ્ધિને નિષેધ બતાવે છે, વળી કેટલાએક એવું કથન કરે છે. કે જિતેન્દ્રિય બને તે પિતાની સર્વ કામનાની સિદ્ધિ થાય છે, શૈવ–એકદન્કીમતવાળા કહે છે કે દીક્ષા ગ્રહણ કરવી, ગુરુચરણની સેવા કરવી, પિતાના સિદ્ધાંત મુજબ અનુષ્ઠાન કરતાં મનુષ્ય સમસ્ત સાંસારિક પ્રપંચથી રહિત મુક્તિને પ્રાપ્ત કરી શકે છે, બીજા પ્રકારથી નહિ, શૈવપંથી દીક્ષાથી મોક્ષ પ્રાપ્તિ માને છે, એકદડી લેક પચીસ તત્તના જ્ઞાનથી મુક્તિ બતાવે છે, વેદાંતી, ધ્યાન, અધ્યયન તથા સમાધિ માર્ગના અનુષ્ઠાનેથી