SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧-૧૦ ૨ સ્થાપના અને પરમતનું ખંડન કરવામાં પિતાની વિદ્વતા બતાવે છે એ અન્ય તીથીઓ સત્ય સ્વરૂપને નહિ જાણનારા સંસારમાં દઢપણે બંધાયેલા છે. अहावरं पुरक्खायं, किरियावाइ दरिसणं । कम्म चिन्तापणट्ठाणं, संसारस्स पवड्ढणं ॥ २४ ॥ શબ્દાર્થ : (૧) વળી અન્ય (૨) પૂર્વોકત (૩) ક્રિયાવાદીના (૪) દર્શન–મત છે (૫) તેઓ કર્મચિન્તાથી રહિત (૬) સંસારને (૭) વધારનાર. ભાવાર્થ - વળી બીજા ક્રિયાવાદીઓના મત-દર્શન છે. તે એકાંતવાદ હાઈ અજ્ઞાનતાના કારણે કર્મચિન્તાથી રહિત છે, તેઓને મત-ક્રિયાવાદીઓને મત છે. તે સંસાર પરિભ્રમણને વધારનાર છે. પ્રથમ અજ્ઞાનવાદીઓનો મત અજ્ઞાનથી કલ્યાણ પ્રાપ્ત થવાનું માને છે. જ્યારે ક્રિયાવાદીઓ ફક્ત જ્ઞાન રહિત કિયાથી જ મોક્ષને માનનારા છે. તેઓ કર્મની ચિન્તાથી રહિત હોઈ તથા એકાંતવાદ હાઈ મિથ્યાત્વભાવવાળા હાઈ સંસાર વૃદ્ધિના કરનારા જાણવા. जाणं कारणऽणाउट्टी, अबुहो जं च हिंसति । पुट्ठो संवेयइ परं, अवियत्तं खु सावजं ॥ २५ ॥ શબ્દાર્થ : (૧) જે પુરુષ જાણતા થકા મનથી હિંસા કરતા હોય પરંતુ (૨) શરીરથી (૩) ન કરતા હોય (૪) નહિ જાણતા થકા શરીરથી (૫) હિંસા કરતા હોય તેનું ફળ કેવળ (૬) ભોગવટો હોય છે (૭) સ્પર્શમાત્ર (૮) સ્પષ્ટ ન હોય (૯) સાવઘકમ. ભાવાર્થ-જે કોઈ કોધિત થઈ કે પ્રાણીની મનથી હિંસા કરતા હોય, પરંતુ શરીરથી હિંસા ન કરતા હોય અને જે કદાચ શરીરથી હિંસા કરતા હોય અને મનથી હિંસા ન કરતા હોય તે
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy