________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૨
ર૭ ભાવાર્થ- આવા પ્રકાથ્થી કઈ કઈ મોક્ષાથી કહે છે કે અમે ધર્મના આરાધક છીએ, પરંતુ ધર્મ આરાધના તે દૂર રહી પરંતુ અધર્મને પ્રાપ્ત કરે છે, સર્વ પ્રકારે સરલ માર્ગરૂપ સંયમને પ્રહણ કરી શકતા નથી, ભાવ અંધકારમાં રહેલા આજીવિક આદિ અન્યદર્શનીઓ મોક્ષ તથા સદુધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને અમે ધર્મના આરાધક છીએ, એમ માની પ્રવજ્યા ધારણ કરે છે; પરંતુ પ્રવ્રજિત બની પશ્ચાત પૃથ્વી, જલ તથા વનસ્પતિના વિનાશપૂર્વકની પચનપાચન આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત બની સ્વયં આરંભવાળાં અનુષ્ઠાને કરે છે અને એ પ્રમાણે અન્યને પણ ઉપદેશ આપે છે. તેથી સ્વયં પિતે અને તેઓને અનુસરનારાઓ બને મેક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે, અથવા મોક્ષની પ્રાપ્તિ તો દૂર રહી, પરંતુ સાવદ્યપ્રવૃત્તિથી અશુભ કર્મને પ્રાપ્ત કરે છે અને ઈષ્ટ અર્થને પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ વિપરીત અને પ્રાપ્ત કરે છે, આવી રીતે અસકર્મનાં અનુષ્ઠાન કરવાવાળા તથા અજ્ઞાનને જ કલ્યાણનું કારણ માનવાવાળા અજ્ઞાનવાદીઓ તથા આજીવિક આદિ અન્યતીર્થીઓ સદુધર્મરૂપ સરલમાર્ગ–સંયમ માર્ગને પ્રાપ્ત કરી શક્તા નથી, પરંતુ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કર્યા કરે છે.
૨
૩.
एवमेगे वियकाहिं, नो अन्नं पज्जुवासिया । अप्पणो य वियकाहिं, अयमंजूहिं दुम्मई ॥ २१ ॥
શબ્દાર્થ : (૧) દુર્બદ્ધિ (૨) એ પ્રકારે (૩) કોઇ (૪) વિતર્કના કારણે (૫) જ્ઞાનવાદીની (૬) સેવા (૭) કરી શકતો નથી (૮) પોતાના (૯) વિતર્કના કારણે (૧૦) અજ્ઞાનવાદને શ્રેષ્ઠ સરલ માર્ગ (૧૧) માને છે.
ભાવાર્થ – કઈ દુબુદ્ધિ જીવ પૂર્વોક્ત વિકલ્પના કારણે જ્ઞાનવાદીના સરલ માર્ગને અનુસરતા નથી. જ્ઞાનીઓની સેવા કરી