________________
સત્ર તમ સત્ર અ. ૧૫ ઉ૦ ૧ - ભાવાર્થ – શ્રી ગણધરદેવનું એવું કથન છે કે આત પ્રવચનમાં કહે છે કે મનુષ્યો મનુષ્ય ભવમાં જ સમસ્ત દુઃખને નાશ કરી શકે છે, અન્ય કોઈ ગતિવાળા સર્વ દુઃખને-કર્મને નાશ કરવા સમર્થ નથી કારણ કે જ્ઞાનાદિ અહિત યથાતથ્ય ચારિત્રનું પાલન મનુષ્ય શરીરથી જ થઈ શકે છે, પરંતુ મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુર્લભ તથા ઘણી કઠિનતાથી પ્રાપ્ત થઈ શકે છે. ભદ્ર પ્રકૃતિ વિનય અનુકંપા અને અહંભાવ રહિતપણુના સેવન તથા દાન દયા વ્રત નિયમ આદિ ધમ સંચય કરેલ ન હોય તેને મનુષ્ય શરીરની પ્રાપ્તિ થતી નથી, જેમ સમુદ્રમાં પડી ગયેલ રત્ન ફરી પ્રાપ્ત થવું દુર્લભ છે તેમ મનુષ્ય શરીર પ્રાપ્ત થવું દુર્લભ છે, સમુદ્રમાં નાખેલા યુગ અને સમોલ ભેગા થવા દુર્લભ છે તેમ મનુષ્ય શરીર પ્રાપ્ત થવું દુર્લભ છે, કેટલાક મતવાદીઓ કહે છે કે દેવતાઓ દેવના ભવમાં સર્વદુઃખેને નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ એ હકીકત જિનાગમમાં નથી કારણકે, યથાતથ્ય વિરતિભાવ મનુષ્યભવ સિવાય અન્યગતિમાં પ્રાપ્ત થતા નથી, તેથી સાધકે તથા આત્માથીઓએ વિચારવુ કે મનુષ્ય શરીર વિજળીના ચમકારા સમાન ચંચલ છે તેથી જે આ આત્મા અગાધ સંસાર સાગરમાં ડુબી ગયે તે ફરી મનુષ્યભવ પામ અતિ દુલ ભ ાણી ધર્મ આરાધન કરવામાં પ્રમાદ કરે નહિ, ધર્મ આરાધન કરી મનુષ્યભવને સફળ બનાવ એ જ મનુષ્યભવનું સાચું કર્તવ્ય છે.
ईओ विद्समाणस्स, पुणो संबोहि दुल्लभा । दुल्लहाओ तहचाओ, जे धम्मटुं वियागरे ॥१८
શબ્દાર્થ: (૧) આ (૨) મનુષ્ય શરીરથી (૩) જે જીવ ભ્રષ્ટ થાય છે (૪) તેને ફરી (૫) સમ્યકત્વરૂપ બેધ (૬) પ્રાપ્ત થ દુર્લભ છે (૭) સમ્યફ