________________
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૪ ઉ૦ ૧
શબ્દાર્થ : (૧) ગુરુના ઉપદેશમાં (૨) સાવધાન બની (૩) ત્રણ કરણ ત્રણ યોગ (૪) છકાય જીવ રક્ષક (૫) સમિતિ ગુપ્તિના પાલનથી (૬) શાંતિ (૭) કર્મને ક્ષય થવાનું (૮) શ્રી સર્વ કહેલ છે (૯) ત્રિલોક દર્દી (૧૦) એમ કહે છે કે ક્ષણ માત્ર (૧૧) પ્રમાદને (૧૨) સંગ (૧૩) કરવો નહિ (૧૪) ફરી. | ભાવાર્થ- સાધુ ગુરુના ઉપદેશને હૃદયમાં સ્થાપિત કરી, મન, વચન, કાયાથી છકાય જીવોની રક્ષા કરવામાં સદા ઉપયોગવંત રહે, એ પ્રકારે સમિતિ અને ગુપ્તિના સભ્ય પાલનથી પિતાને તથા અન્ય જીવને શાંતિને લાભ અને અષ્ટકમનો ક્ષય થવાનું, શ્રી સર્વજ્ઞ ભગવંતે કહેલ છે. ત્રિલેકદશી પુરુષ કહે છે સાધુએ એક ક્ષણ પણ કદાપી પ્રમાદને સંગ કરે નહિ, એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોથી સદા દૂર રહેવું. તે સર્વ દુઃખને અંત કરવાને મહાન ઉપાય તે સંયમપાલન છે. વિષયેથી સંસાર પરિ ભ્રમણ અને તેના ત્યાગથી મહાન શાંતિની પ્રાપ્તિ થાય છે. સાધકે પિતાના આત્માના રક્ષણ માટે સતત ઉપગ રાખવા જરૂર ગણવી, છકાય જી ની દયા પાળવી, તે પોતાના આત્માની જ દયા પાળવા સમાન છે, તેમ જ સમિતિ ગુપ્તિ આદિ સમાધિમાગમાં સ્થિત રહેવાથી સર્વ દુઃખને અંત લાવી શકાય છે અને મોક્ષના શાશ્વતાં સુખની પ્રાપ્તિ થાય છે. એમ જાણી સાધકે સંયમ પાલનમાં જાગૃત બની વિચરવું.
निसम्म से भिक्खू समीहियवं, पडिभाणवं होइ विसारएय।
૧૦
૧૨
૧૧
*
आयाणअट्ठी वोदाणमोणं, उवेच्च सुद्धण उवेति मोक्खं ॥१७॥
શબ્દાર્થ : (૧) ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ (૨) સાધુના આચારને સાંભળી (૩) મોક્ષરૂપ ઈષ્ટ અર્થને જાણ (૪) બુદ્ધિમાન (૫) સિદ્ધાંતના વક્તા બને (૬) સમ્યજ્ઞાન આદિ ક્ષાભિલાષી સાધુ (૭) તપ (૮) સંયમને (૨) પ્રાપ્ત કરી (૧૦) શુદ્ધ આહાર વડે (૧૧) મોક્ષને (૧૨) પ્રાપ્ત કરે છે.