________________
૨૯૭
સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧ निक्खम्म गेहा उ निरावकंखी, कायं विउसेज्ज नियाणछिन्ने । णो जीवियं णो मरणाभिकखी, चरेज्ज भिक्खू वलया विमुक्के
ત્તિ-વાર રજા
શબ્દાર્થ : (1) સાધુ ઘરને ત્યાગ કરી (૨) પ્રવજયા ધારણ કરી (૩) જીવનમાં નિરપેક્ષ બની રહે (૪) શરીરનો (૫) વ્યુત્સર્ગ કરે (૬) તપના ફળની ઈચ્છા ન કરે (૭) જીવન તથા (૮) મરણની (૯) ઈચ્છા (૧૦) રહિત બની (૧૦) સંયમમાં વિચરે (૧૧) સાધુ (૧૨) સંસારથી (૧૩) મુક્ત બની.
ભાવાર્થ – સાધક ઘરનો ત્યાગ કરી પ્રવ્રયા ધારણ કરી પિતાના જીવનમાં નિરપેક્ષ-આકાંક્ષા રહિત બની શરીર ઉપરના મમત્વને છેડી શરીર શુશ્રષાને ત્યાગ કરી પોતાના તપ ત્યાગના ફળની ઈચ્છા નહિ કરતા થકા નિયાણાને છેદીને જીવન મરણની ઈચ્છાને દૂર કરી સંસારી પ્રપંચથી દૂર રહેતા થકા શુદ્ધ સંયમનું પાલન કરે તે સાધુ સંસારરૂપ વલય-કર્મબંધનથી મુક્ત બની શાશ્વત સુખરૂપ સમાધિ–ક્ષને પ્રાપ્ત કરે.
સમાધિ નામનું દશમું અધ્યયન સમાપ્ત.