________________
૨૫૪
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ૧૦ ૧
શબ્દાર્થ: (૧) પાપ કરેલ (૨) કરાતા હોય (૩) ભવિષ્યમાં કરવાના (૪) પાપ (૫) સર્વનું (૬) અનુમોદન (૭) કરે નહિ (૮) આત્મગુપ્ત (૯) જિતેન્દ્રિય.
ભાવાર્થ- જે સાધુ પિતાના આત્માને ગુપ્ત રાખનાર અને જિતેન્દ્રય હોય તે અન્ય દ્વારા કરાયેલા પાપકર્મો તથા વર્તમાને કરતા પાપકર્મો તથા ભવિષ્યમાં કરવાના પાપકર્મો એ સર્વ પાપકાર્યોનું અનુમોદન કરે નહિ સ્વયં પાપમય વસ્તુઓને ભેગવે નહિ, પાપકારી કાર્યો સર્વને રૂડું માને નહિ, ભલું જાણે નહિ
जे याबुद्धा महाभागा, वीरा असमत्तदंसिणो । असुद्धं तेसि परकंतं, सफलं होइ सव्वसो ॥२२॥
શબ્દાર્થ ઃ (૧) જે પુરુષ (૨) ધર્મના રહસ્યોને જાણતો નથી (૩) જગતમાં પૂજનીય ગણાતે હોય (૪) વીર પુરુષ (૫) સભ્ય દર્શન રહિત (૬) તેઓને (૭) વ્રતનિયમ તપ આદિ (૮) અશુદ્ધ હોય છે (૯) તે સર્વ (10) કર્મબંધનને માટે (૧૧) હોય છે.
ભાવાર્થ:- જે પુરુષ લેકમાં પૂજનીય હોય, મહા ભાગ્યવાન ગણાતો હોય શત્રુની સેનાનું વિદારણ કરવામાં સમર્થ હોય, શામાં તથા વ્યાકરણ આદિમાં અવગાહન કરનાર હોય, કુશળ હોય, પંડિત કહેવાતું હોય, બાહ્ય તપ ત્યાગ આદિ વ્રતના પ્રહણથી જગમાં પ્રશંસનીય હોય, પરંતુ ધર્મના સ્વરૂપને જાણતા ન હોય, સમ્યક્ત્વ રહિત હોય, મિથ્યાત્વી હોય, સાંસારિક સુખની ઈચ્છારૂપ નિદાન સહિત હોય તેવા સાધકના સંયમવ્રત, તપ, જપ, નિયમ આદિ ધર્મક્રિયાઓ અશુભ અને કમ. બંધન વધારનાર તથા સંસારપરિભ્રમણાની વૃદ્ધિના કારણ જાણવા. એટલે મિથ્યાત્વ દષ્ટિએના પરાક્રમ બધા કર્મબ ધન આશ્રયી હોય છે, પરંતુ સાંસારિક સુખની ઈચ્છા રહિતની ભાવનાથી કરેલ ધર્મક્રિયાઓ ધર્મપ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય છે. એમ જાણી મુમુક્ષુ