________________
૨૩૮
સૂત્ર કૃતગિ સત્ર અ૦ ૭ ઉ૦ ૧
(૬) ઉદર પિષણમાં (૭) આસકત (૮) તે ચાવલના દાણામાં (૯) આસકત (૧૦) સુઅરની માફક (૧૧) શીઘ્રતાથી (૧૨) સંયમના નાશને (૧૩) પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- જે પુરુષ પિતાનાં ઘરબાર તથા ધનધાન્ય, સ્વજન આદિને ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરીને અન્યના ઘરમાં જઈ ભેજન માટે જીવ્હાને વશ થઈ દીન બની ભાટની માફક ગૃહસ્થોની પ્રશંસા કરે છે. તેઓ ચાવલના દાણામાં આસક્ત મહાન સુઅર શીઘ્રતાથી ઘાતને પામે છે. તેની માફક ભેજનમાં આસક્ત કુશીલ સાધક સંયમથી ભ્રષ્ટ થઈ સંસારમાં પરિભ્રમણ કરતો થક અધમગતિઓમાં જન્મો ધારણ કરતા થકા વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય છે.
अन्नस्स पाणस्सिहलोहयस्म, अणुष्पिर्ष भासति सेवमाणे । पासत्थयं चेव कुशीलयं च, निस्सारए होइ जहा पुलाए ॥२६॥
| શબ્દાર્થ : (૧) અન્ન તથા (૨) પાણી વસ્ત્ર આદિ (૩) આ લેકના પદાર્થ નિમિત્ત (૪) સેવકની માફક જે સાધક (૫) પ્રિય (૬) ભાષણ કરતે હોય તો તે (૭) શિથિલતાને તથા (૮) કુશીલભાવને પ્રાપ્ત થાય છે. (૯) સંયમસારરહિત (૧૦) બની જાય છે (૧૧) ભુસ્સાની (૧૨) સમાન.
ભાવાર્થ – જે સાધક અન્ન, પાણી, વસ્ત્ર, આદિ લોકમાં રહેલ પદાર્થ માં આસક્ત બની લેભથી દાતાર ગૃહસ્થની રુચિ અનુસાર ધ વિરૂદ્ધ બની રાજાના સેવકની માફક પ્રિય ભાષણ કરે છે. તે પાસ્થ તથા કુશીલભાવને પ્રાપ્ત કરે છે તથા ભુસ્સાની માફક સારરહિત સંયમને બનાવે છે. સાધુના લિંગ માત્ર ધારણ કરે છે અને સંસાર વૃદ્ધિ તે કરે છે.