________________
૨૩૬
સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૭ ઉ૦ ૧
(૯) નાનું-મોટું કરે છે (૧૦) શોભા આશ્રી વસ્ત્રને (૧૧) તેઓ સંયમથી (૧૨) દૂર છે (૧૩) શ્રી તીર્થકર દેવએ કહેલ છે. | ભાવાર્થ - જે સાધુ નિર્દોષ આહારને છેડી અન્ય સ્વાદિષ્ટ ભજન ખાય છે. અને અચિત પાણીથી અંગને સંકેચ કરીને જે
સ્નાન કરે છે અને શોભાને માટે વસ્ત્ર ધાવે છે, હાથ પગ ધવે છે તેમ જ શણગાર આશ્રી નાના વસ્ત્રને મોટું કરે, મોટા વસ્ત્રને કે કરે છે તેઓ સંયમથી દૂર છે અથવા સાધુપણાથી દૂર છે. એમ શ્રી તીર્થંકર દેવોએ કહેલ છે. પૂર્વોક્ત કુશીલના આચારનું વર્ણન કર્યું હવે સુશીલ સાધુના આચારને બતાવે છે. कम्मं परिभाय दगंसि धीरे, वियडेण जीविज य आदिमोक्खं । से बीयकंदाइ अभुंजमाणे, विरते सिणाणाहसु इत्थियासु ॥२२॥
શબ્દાર્થ : (૧) જલસ્નાનથી (૨) કર્મબંધનને (૩) જાણ (૪) ધીરપુરુપ (૫) પ્રાસુકજલદી (૬) જીવન ધારણ કરે (૭) એક્ષપર્યત (૮) બીજ, કંદ આદિ (૯) ભજન નહિ કરતા થકા (૧૦) અલગ રહે (૧૧) સ્નાન તથા (૧૨) સ્ત્રીઓથી (૩) સાધુ.
ભાવાર્થ- બુદ્ધિમાન મુનિ જલસ્નાનથી અશુભ કર્મ બંધન થાય છે એમ જાણે મોક્ષ પ્રાપ્ત થતાં સુધી પ્રાસુકજલથી પણ સ્નાન ન કરે, તેમ જ પ્રાસુક જલથી જીવન ધારણ કરે અને બીજકાય મૂળપત્ર આદિ તથા કંદ આ દેષિત આહારના ભેજન કરે નહિ અને સ્નાન તથા મૈથુન સેવનથી દૂર રહે, તેલથી અંગ મર્દન, પીઠી આદિથી લેપ આદિ કિયાઓથી દૂર રહી, શરીરનું પરિશુધન નહિ કરતા, સંયમ પાલન કરે. जे मायरं च पियरं च हिच्चा, गारं तहा पुत्तपसुं धणं च । कुलाई जे धावह साउगाई, अहाहु से सामणियस्स दूरे ॥२३॥
૬
૭
૮
( ૧૧
૧૦