________________
સત્ર કૃત સત્ર અ ૬ ૨૦ ૧
| શબ્દાર્થ ઃ (૧) ઉર્ધ્વ-(૨) અંધે (૩) તિરછી (૪) દિશાઓમાં (૫) ત્રસ અને (૬) સ્થાવર (૭) પ્રાણીઓને (૮) નિત્ય અને (૯) અનિત્ય () જાણ (૧૧) કેવલજ્ઞાની ભગવાને (૧૨) દીપકસમાન (૧૩) સમ્યફ (૧૪) ધર્મનું (૧૫) કથન કરી બતાવેલ છે.
ભાવાર્થ- કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ ઉપર નીચે તથા તિરછી દિશામાં રહેલા ત્રસ તથા સ્થાવર પ્રાણીઓને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય બન્ને પ્રકારના જાણીને, દીપક સમાન પદાર્થોને પ્રકાશિત કરનાર સમ્યક્ ધર્મને ઉપદેશ ના હિત માટે આપેલ છે. આ લોક (ચૌદ રજજુ પ્રમાણમાં) સૂમ અને બાદર ત્રણ અને સ્થાવર જીથી ભરેલ છે, જે એકેન્દ્રિયોથી પંચેન્દ્રિય સુધીના જી રહેલ છે. તેઓના હિતને માટે શ્રત અને ચારિત્રરૂપ ધમ (છના દુઃખોને નાશ કરવાના ઉપાયરૂ૫) બતાવ્યા છે से सव्वदंसी अभीभूयनाणी, णिरामगंधे धिइमं ठितप्पा । अणुत्तरे सव्वजगंसि विज्जं, गंथा अतीते अभए अणाऊ ॥५॥
શબ્દાર્થ : (૧) ભગવાન મહાવીર (૨) સર્વ પદાર્થોને દેખવાવાળા (૩) કેવળજ્ઞાની (૪) પરીષહો છતી પ્રાપ્ત કરેલ વિશુદ્ધ સંયમી (૬) દૌર્યતાવાળા (૭) સંયમમાં સ્થિત આત્મા (૮) સર્વથી ઉત્તમ (૯) સંપૂર્ણ જગતમાં (૧૦) વિદ્વાન કર્મરૂપ (૧૧) ગ્રંથી (૧૨) રહિત (૧૩) નિર્ભય (૧૪) નવા આયુષ્ય રહિત.
ભાવાર્થ – ભગવાન મહાવીર સ્વામી સમસ્ત જગના જીવા જીવરૂપ સર્વ પદાર્થોને દેખવાવાળા, બાવીશ પરીષહોને સહન કરી પરીષહાને જીતી પ્રાપ્ત કરેલ, કેવળજ્ઞાની કેવળદની મૂળ તથા ઉત્તર ગુણેથી વિશુદ્ધ સંયમ–ચારિત્રના પાલન કરવાવાળા, શૌર્યતાવાળા, આત્મસ્વરૂપમાં સ્થિતિ તથા જગતમાં સર્વોત્તમ વિદ્વાન, બાહ્ય તથા અભ્યન્તર ગ્રન્થિથી રહિત, નિર્ભય અને આયુષ્યના નવા બંધરહિત હતા.