________________
૧ર
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૨
| શબ્દાર્થ: (૧) સ્ત્રીઓના વિષયમાં (૨) ઉપરોકત વાતો (૩) કહી બતાવી તેથી સાધુ સ્ત્રીઓને (૪) સહવાસને (૫) પરિચયને છોડી દે (૭) સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા (૮) કામભોગ (૯) પાપોને ઉત્પન્ન કરે છે (૧૦) એમ (૧૧) શ્રી તીર્થકર દેવે કહેલ છે.
ભાવાર્થ – સ્ત્રીના વિષયમાં પૂર્વોક્ત શિક્ષા અપાએલ છે તેથી સ્ત્રી સાથે પરિચય તથા સહવાસ સાધુ ન કરે સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા કામને પાપને ઉત્પન્ન કરે છે. એમ શ્રી તીર્થ કર દેવે કહેલ છે.
एयं भयं ण सेयाय, इइ से अप्पगं निरुभित्ता । णो इथि णो पसुं भिक्खू, णो सयं पाणिणा णिलिज्जेजा ॥२०॥
૧૩
૧૦
૧૧.
૧૨
શબ્દાર્થ : (૧) સ્ત્રી સંસર્ગથી પૂર્વોકત (૨) ભય તથા (૩) અકલ્યાણનું કારણ જાણું (૪) સ્ત્રી સંસર્ગથી સાધુ (૫) પિતાને આત્માને (૬) દૂર રાખે (૭) સ્ત્રી તથા (૮) પશુઓને (૯) સાધુ (૧૦) પિતાના (૧૧) હાથને (૧૨) સ્પર્શ (૧૩) ન કરે.
ભાવાર્થ – સ્ત્રી સંસર્ગથી પૂર્વોક્ત ભય રહેલ છે. તથા સ્ત્રી સંસર્ગ એ આત્માના કલ્યાણને નાશ કરનાર છે. એમ જાણી સાધુ સ્ત્રી સંસર્ગથી પિતાના આત્માને શેકીને સ્ત્રીઓ તથા પશુઓને પિતાના હાથને સ્પર્શ પણ કરે નહિ. સ્ત્રી સંસર્ગ નરકના દ્વાર સમાન જાણે તેને ત્યાગ કરે એ હિતનું કારણ છે
सुविसुद्धलेसे मेहावी, परकिरिअं च वजए नाणी । मणसा वयसा कायेणं, सव्वफाससहे अणगारे ॥२१॥