________________
બા. વ્ર શ્રી વિનોદમુનિનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર.
આ પુસ્તક બા. બ્ર. શ્રી વિનોદમુનિના સમરથે પ્રગટ કરવામાં આવેલ છે તેથી તેમના જીવન ચરિત્રના પુસ્તકમાંથી અહીં સંક્ષિપ્તમાં તેઓશ્રીનું જીવન વૃતાંત છાપવામાં આવેલ છે અને તેમને આ ગ્રંથ અર્પણ કરવામાં આવે છે.
આ પરમ વૈરાગી પુરુષને જન્મ, વિક્રમ સંવત ૧૯૨ માં પિજીન (આફ્રિકા) માં કે જ્યાં વિરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયું હતું.
શ્રી વિનોદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શાજી વીરાણી અને મહાભાગ્યવાન માતુશ્રીનું નામ બેન મણિબેન વીણ, અને અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનોદકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દઢવમી અને પ્રિયધમી બન્યા હતા.
પૂર્વ ભવના સંસ્કારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નેનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યાવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેઠ્ઠી.
તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલજીયમ, હોલેન્ડ, જર્મની, સ્વિઝલેન્ડ, તેમ જ ઈટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલ. સાં. ૨૦૦૯ ના વૈશાખ માસ, સને ૧૯૫૩ માં લંડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરનો પ્રવાસ પણ તેમણે કરેલ, પરદેશ ફરવા છતાં પણ તેમણે કઈ વખતે પણ કંદમૂળને આહાર વાપરેલ નહીં.
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનીઆનાં રમણીય સ્થળે જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળની