________________
૧૧૬
સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૨ ભાવાર્થ – હે પુત્ર! એકવાર ઘરે આવો ફરી અહીં આવજે એમ કરવામાં તું અશ્રમણ નહિ થઈ જા ઘરનાં કાર્યમાં ઈચ્છારહિત બની તમારી રુચિ અનુસાર કાર્ય કરતા તમોને કણ નિષેધ કરી શકે તેમ છે ? તમે સ્વજનોને મળીને ફરી આવજે અથવા વૃદ્ધાવસ્થા આવેથી તમારી ભેગેચ્છા નિવૃત્ત થવાથી સંયમ અનુષ્ઠાન કરવામાં તમને કેણ રોકી શકે તેમ છે ?
जं किंचि अणगं तात ! तं पि सव्वं समीकतं । हिरण्णं ववहाराइ, तंपि दाहामु ते वयं ॥ ८ ॥
૧૬.
શબ્દાર્થ : (૧) જે કાંઈ (૨) તમારું દેવું હતું (૩) હે પુત્ર! (૪) તે (૫) સર્વ (૬) ભરી આપેલ છે. (૭) તમારા વ્યવહાર માટે (૮) દ્રવ્ય (૯) તમેને (૧૦) અમો (૧૧) આપીશું.
ભાવાર્થ- હે પુત્ર! તમારા ઉપર જે કાંઈ ઋણ દેવું હતું તે સર્વ અમોએ બરાબર પતાવી દીધેલ છે અને તમારા વ્યવહારમાં જે કાંઈ દ્રવ્યની જરૂર હશે. તે સર્વ અમે તમને દઈશું માટે તમે આપણે ઘેર આવો.
इचेव णं सुसेहंति, कालुणीय समुट्टिया ।
विबद्धो
नाइसंगेहिं, ततोऽगारं पहावइ ॥ ९ ॥
શબ્દાર્થ : (૧) આ પ્રકારે (૨) કરુણુયુક્ત (૩) બંધવ આદિ (૪) સાધુને શિખામણ દે છે (૫) જ્ઞાતિસંગથી બંધાયેલ (૬) કાયર સાધક (૭) તે સમય (૮) ઘરતરફ (૯) જાય છે.
ભાવાર્થ – કરુણોથી યુક્ત સ્વજને બંધવ આદિ સાધુને ઉપરોક્ત મુજબ શિખામણ દેતા પશ્ચાત્ જ્ઞાતિના સંગમાં બંધાયેલ