________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૩
| શબ્દાર્થ : (૧) અજ્ઞાની છે (૨) ધન (૩) પશુ (૪) જ્ઞાતિજન (૫) સર્વને પોતાના શરણ (૭) માને છે (2) એ મારાં (૯) હું એને વસ્તુતઃ એ સર્વ (૧૦) નથી (૧૧) ત્રાણ (૧૨) શરણ (૧૩) થતા.
ભાવાર્થ- અજ્ઞાની છ ધન, પશુઓ તથા સ્વજનવર્ગ એ સને પિતાના રક્ષક માને છે અને દુઃખથી બચાવનાર સમજે છે. એ બધાં ધન, પશુઓ, જ્ઞાતિવર્ગ પરિભેગમાં ઉપયોગી થશે, એ સર્વના પાલનથી સમસ્ત ઉપદ્રવનું નિવારણ કરી શકીશ, આમ માને છે, પરંતુ જેના માટે ધનની, વૃદ્ધિ, વગેરે કરે છે, તે શરીર તે વિનાશી છે, તે મૂર્ખ લોકો સમજતા નથી, તેમ જ સંપત્તિને સ્વભાવ અતિ ચંચલ છે. શરીર રોગ અને જરાનું સ્થાન છે. નાશવંત છે. છતાં એ સ્વજને ધન આદિ મારાં છે અને હું એ સર્વને છું આવા પ્રકારના મમત્વથી રહેતા થકા પણ મૃત્યુ સમયે કે રોગ સમયે કોઈ ત્રાણ શરણ થવા સમર્થ થતાં નથી, તથા નરક તિર્યંચમાં આદિગતિમાં જતાં કોઈ સ્વજને રક્ષા કરવા સમર્થ થતાં નથી, એમ વિચારી મુમુક્ષુ આત્માઓએ આત્મ કલ્યાણ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપરૂપ ધર્મ આરાધન કરવા ઉપગવંત રહી માનવભવને સફલ બનાવી રહેવું એ સંસાર પરિભ્રમણરૂપ જન્મ, જરા, મરણરૂપી દુઃખના ચક્રમાંથી છૂટવાને સારો ઉપાય છે. એમ સમજે.
__ अभागमितमि वा दुहे, अहंवा उक्कमिते भवतिए । एगस्स गती य आगती, विदुमंता सरणं ण मन्नई ॥ १७ ॥
१२
११
શબ્દાર્થ ઃ (૧) દુઃખ (૨) ઉત્પન્ન થયે (૩) અથવા (૪) કોઈ ઉપક્રમે આયુષ્ય નષ્ટ થવાને સમય (૫) મૃત્યુ ઉપસ્થિત થતાં વિચારવું (૬) એકલા (૭) જવાનું (૮) એકલા આવવાનું (૯) વિદ્વાન પુરષ ધન આદિને (૧૦) શરણ ૨૫ (૧૧) માનતા (૧૨) નથી.