________________
// અહમ્ | શ્રી ગચ્છાચાર પ્રકીર્ણકનો
ગુજરાતી અનુવાદ I શ્રીપાછીવારyજીમ્ | नमिऊण महावीरं, तियसिंदनमंसिअं महाभागं । गच्छाचारं किंची, उद्धरिमो सुअसमुद्दाओ ॥१॥ अत्थेगे गोयमा ! पाणी, जे उम्मगपइटिए । गच्छम्मि संवसित्ताणं, भमई भवपरंपरं ॥२॥
છે શ્રીજીવારપ્રીમ્ | नत्वा महावीरं त्रिदशेन्द्रनमस्यितं महाभागम् । गच्छाचारं किञ्चिदुद्धरामः श्रुतसमुद्रात् ॥१॥ सन्त्येके गौतम ! प्राणिनः ये उन्मार्गप्रतिष्ठिते । गच्छे संवसित्वा भ्रमन्ति भवपरम्पराम् ॥२॥
૧. દેવેન્દ્રોએ નમસ્કાર કરેલ, મહા ઐશ્વર્યશાળી, શ્રીમન્મહાવીરદેવને નમસ્કાર કરીને, શ્રતરૂપ સમુદ્રમાંથી સુવિહિત મુનિજનના સમુદાયે આચરેલ ગચ્છાચાર સંક્ષેપથી ઉદ્ધરીને હું કહીશ.
ચક્ષુવિના જેમ મુખની શોભા નિરર્થક છે, તેમ ઉન્માર્ગગામી ગચ્છનો સંગ તજ્યા વિના સન્માર્ગગામી ગચ્છમાં રહેવું નિરર્થક છે. માટે પ્રથમ ઉન્માર્ગગામી ગચ્છમાં રહેવાના ગેરફાયદા બતાવે છે.
(૨. ગૌતમ! આ જગતમાં કેટલાએક એવા પણ જીવો છે કે જે, એ ઉન્માર્ગગામી ગચ્છમાં રહીને અથવા તેનો સહવાસ કરીને ભવપરંપરામાં ભમે છે. કારણકે અસપુરૂષોનો સંગ શીલવંત-સજ્જનને પણ અધઃપાતનો હેતુ છે.