________________
સમારેલું, અહિંસક, સારા ઠેકાણે મૂકેલું, સામુદાયિક ખાવા માટે, તે પ્રજ્ઞાથી જાણેલું, ખાવા અર્થે જ, આંખોથી બરાબર જોઈ, પ્રમાણસર વ્રણ લેપન કરેલું, સંયમ જાળવવા પૂરતું જ પ્રમાણસર, ગ્રહણ કરે, તે જેમ સાપ ખાય અને દ૨માં જાય, તે તેમ ગ્રહણ કરી ખાય.
તે ખાવાને વખતે ખાય, પીવાને ટાણે પીવે, વસ્ત્રના ટાણે વસ્ત્ર ધારણ કરે, લેપના ટાણે લેપ કરે, સૂવાના ટાણે સૂવે.
૬૮૯. તે ભિક્ષુ માત્રા માટે કોઈ પણ દિશાએ જાય. તે ધર્મોપદેશ કરે જે ઉપસ્થિત હોય તેમને કોઈ જાતનો ભય રાખ્યાં વિના. જે માંદા છે અને ત્યાં નથી તેમને શુશ્રૂષાના મન વડે ધર્મ કથન કરે. શાંતિ, વિરતિ, ઉપશમ, નિર્વાણ, શોકવિના, સરળતાથી, નમ્રભાવે, લઘુતાથી, અહિંસક, સર્વ પ્રાણોને, સર્વ ભૂતોને, અને સર્વે સત્તાઓને, અનુક્રમે ધર્મકીર્તન કરે.
૬૯૦. ધર્મોપદેશ આપે ત્યારે તે ભિક્ષુ-અન્નના કે પાનના કે વસ્ત્રના, લેપના કે શયનના અર્થે ધર્મકીર્તન ન જ કરે. તે વિવિધ પ્રકારના કામભોગો અર્થે, તે મેળવવા અર્થે ધર્મકથન ન જ કરે. ગ્લાનિ વગર ધર્મકથન કરે. કોઈ પણ રીતે કર્મ નિર્જરા માટે તે ધર્મકથન કરે નહીં.
૬૯૧. આ ધર્મમાં સમુસ્થિત વીરોનું ઉત્થાણ ક૨વા તે ભિક્ષુનું આ છેલ્લું ધર્મકથન છે, જે આ ભિક્ષુની અંતિમ ધર્મોપદેશ સાંભળી, શાંતિ પામે છે. સિદ્ધાંતના ઉત્થાણથી વીરોને આ ધર્મમાં જાગૃત કરી ધર્મમાં સ્થિર કરે છે. તેથી તેને સર્વ મેળવ્યું છે. તે સર્વેથી ઉપરત થાય છે, અને સર્વ રીતે ઉપશાંત થઈ સર્વ રીતે નિવૃત્તિ કરે છે.
૬૯૨. તેથી તે ભિક્ષુ છે ધર્માર્થી, ધર્મનો જાણકાર, નિયાગ મેળવી તેને, અહીં જે કહ્યું, તેથી સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ મેળવ્યું કે ન મેળવ્યું તે માટે બેફિકર છે.
39