________________
પૃથ્વીનાં શરીર છે. હવે તે ત્યાં ત્રસ સ્થાવર યોનિઓના ઓસથી શુદ્ધોદક સુધીના શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
૭૪૦.આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે, ઉદગ યોનિઓની, તે પોતાના કર્મ
ત્યાં આવે છે, ત્રસ સ્થાવર યોનિઓમાંના ઉદગમાં, ઉદગરૂપે વર્તાય છે. તે જીવો ત્યાં ત્રસ સ્થાવર યોનિઓના ઉદગનો સત્ત્વ ખાય છે. જ્યાં સુધી પૃથ્વીનું શરીર છે ત્યાં સુધી. પછી તે ત્રણ સ્થાવર યોનિઓના ઉદગનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
૭૪૧. આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે ઉદગ યોનિઓની કે જે પોતાના કર્મો
વડે ત્યાં આવે છે, ઉદગ યોનિઓમાંના ઉદગમાં, ઉદગ રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં ઉદગ યોનિઓના જીવોનો સત્ત્વ ખાય છે, જ્યાં સુધી પૃથ્વીનું શરીર છે ત્યાં સુધી. ત્યાં ઉદગ યોનિના ઉદગનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
૭૪૨. આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓના જીવ છે ઉદગ યોનિઓના, તે કર્મો
વડે ત્યાં આવે છે, ઉદગ યોનિના પાણીમાં, ત્રસ પ્રાણો રૂપે, વર્તાય છે. તે જીવો ત્યાં ઉદગ યોનિનાં પાણીનાં સત્ત્વનો આહાર કરે છે, જ્યાં સુધી પૃથ્વીનું શરીર છે. હવે તે ઉદગ યોનિના, ત્રસ જીવોના, શરીરો અનેક વર્ણનાં કહ્યાં છે.
૭૪૩. પૂર્વે આમ કહ્યું છે:- આ ગતિઓ છે અનેક, જાતિના યોનિઓની, તે કર્મો
વડે ત્યાં આવે છે, વિવિધ પ્રકારે ત્રણ સ્થાવર જીવોનાં શરીરોમાં સચિત્ત કે અચિત્ત રૂપે અગ્નિકાય રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં વિવિધ પ્રકારના, જીવોનો, જે ત્રણ સ્થાવર છે, તેનો સત્ત્વ ખાય છે જ્યાં સુધી પૃથ્વી શરીર છે ત્યાં સુધી. હવે ત્યાં ત્રણ સ્થાવર યોનિઓના અગ્નિનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે. શેષ ત્રણે આલાપકો ઉદગની જેમ કહેવા..
107