________________
૩૨૩. તમે લોહીથી અને પૂવડે ભરાયેલા પાત્ર વિશે સાંભળ્યું છે? તે મંદ અગ્નિ
પર તપાવે છે. તે પાત્ર (કુંભ) એક પુરુષથી વધારે ઊંચું છે. તે લોહી અને પૂથી પૂરું ભરાયેલું છે.
૩૨૪. તેમાં તે મૂઢોને ફેંકી દે છે, પકાવે છે. આર્તસ્વરે તે કરુણા થાય તેમ રડે છે.
તરસ લાગે ત્યારે તેમને, ઓગળેલા તાંબાને પિવરાવે છે. પ્રત્યાય થાય તેમ
તે રુદન કરે છે. ૩૨૫. તેત્રીસ સાગરોપમ સુધી જાતે, પોતાને ઠગી તે ક્રૂર કર્મીઓ ત્યાં હોય છે.
જેમ કર્મ ક્ય હોય તેમ તેનો ભાર ઊંચકવો જ પડે છે. દુઃખો ભોગવવાં જ પડે છે.
૩૨૬. હે અનાર્ય! કલેશવાળા કર્મોને જાણી લે, તું ઇષ્ટ અને પ્રિય ચીજોથી વંચિત
થયો છું. તે દુર્ગધી અને પૂરેપૂરા ફાંસોના પાશમાં તું નરકમાં આવી રહ્યો
આમ હું કહું છું. પ્રથમ ઉદ્દેશ પૂરો થયો. (અધ્યયન પાંચમું)
87