________________
અધ્યયન બીજું : ત્રીજો ઉદ્દેશ
૧૪૩. સંયમ ધારતો ભિક્ષુ જ્યારે અણજાણ્યું દુઃખ આવી ચઢે ત્યારે સંયમ વિષે ખોટું ચિંતે છે. ત્યારે પંડિત કહે છે કે તેથી મરણ સારું.
૧૪૪. જે વિજ્ઞપ્તિ કરતી સ્ત્રી સાથે આનંદિત થાય છે, વળી સંસા૨ને તરી જવાનો ઉપદેશ કરે છે. તો ઉપર દેખો ! તે અદક્ષ કામાસક્ત રોગથી પીડાયો છે.
૧૪૫. પહેલા વણીકે આણેલું રત્ન અહીં રાજાઓ ધારણ કરે છે. તે જ રીતે શ્રેષ્ઠ મહાવ્રત રાત્રીએ ન ખાવાનું કહેલું છે.--
૧૪૬. જે અહીં સુખશાતા ભોગવતો માણસ સ્ત્રીયો સાથે વિષયાસક્ત થઈ મજા માને છે. તે કેમ કરી સિદ્ધાંત ગર્વથી કહે ? અને ધૃષ્ટતાથી બોલે ? જ્યારે તેને સમાધિ વિષે સમજ નથી.
૧૪૭. ગાડી હાંકનાર જ્યારે બળદને મારે છે, ત્યારે તે બળદ તેથી બહુ જ નબળો થાય છે. અંતે તે જરા થોભે છે. તે નબળો, હવે વધારે વહન નથી કરી શકતો, તેથી બળ વગ૨નો તે બેસી જાય છે.
૧૪૮. તે રીતે વિષયવાસના કરતો વિદ્વાન વર્તમાન સુખ માટે સ્ત્રીયો સાથે રહેવાનું ટાળે અને ત્યાગે. (આજના આર્યશ્રુત સાંભળી) કામી વિષયથી શરમાતો નથી, પછી તે મળે કે ન પણ મળે.
૧૪૯. જો કે તું હવે પછી અસાધુની જેમ ન વર્તે ? માટે તું અહીં જ થોડું શીખ. અહીં જ દુષ્ટ માણસ શોક કરે છે. થનથન કરે છે ને પસ્તાય પણ છે.
૧૫૦. અહીં જ તું આ જીવનનો વિચાર કરી દેખ. જુવાનીમાં સો વરસનું આયુ તૂટી જાય છે. રહેલાં વર્ષોનો વિચા૨ ક૨ અને સમજી લે કે વિષયવાસના જીવનનો નાશ કરે છે.
39