________________
પ્રશિષ્યાદિ પૂ. મુનિ શ્રી હર્ષસન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી મુક્તિસેન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી હિતવર્ધન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી વિશ્વસેન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી સુવ્રતસેન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી મલયસેન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી મતિસેન વિ. મ. સા., પૂ.મુનિ શ્રી નિર્મળસેન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી હિરણ્યસેન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી લલિતસેન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી પાર્શ્વસેન વિ. મ. સા., પૂ. મુનિ શ્રી ભવ્યસેન વિ મ. સા., પૂ. મુનિ શ્રી અમમસેન વિ. મ. સા., પૂ. બાલમુનિ શ્રી ભાગ્યસેન વિ. મ. સા. આદિ પૂજ્યોનો પ્રત્યક્ષ-પરોક્ષ સાથ-સહકાર મળતો રહ્યો છે.
પ્રફ સંશોધન કાર્ય પૂ. આચાર્ય ભગવંતશ્રી તથા મુનિ સુવ્રતસેન વિ. મ. સા.એ ખંતથી કરેલ છે.
પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ જ્ઞાનખાતામાંથી લેવા બદલ ઝવેરીપાર્ક શ્રી આદીશ્વર ટ્રસ્ટ જૈન સંઘના અમો ખૂબ ખૂબ આભારી છીએ, તેઓની શ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. ભાવિમાં પણ શ્રુતભક્તિ કરવા દ્વારા સ્વ-પર આત્માનું કલ્યાણ સાધો એ જ મંગલ ભા.વ...ના.. પૂજ્યપાદશ્રીના સમાધિસ્થળે શ્રી જિનમંદિર આદિનું ખાતમુહૂર્ત વિ. સં. ૨૦૫૪ કા. વદ-૩ થનાર છે.