________________
પ્રકાશકીય
શાસનસમ્રાટ્ સવાસો (જન્મ : ૧૯૨૯-૨૦૫૪) વર્ષારંભે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સંઘ સમક્ષ મૂકતા અતીવ આનંદ અનુભવીએ છીએ. અગાઉના પ્રકાશનોને પણ શ્રીસંઘે હર્ષભેર ઉમંગથી વધાવી લીધેલ છે. છેલ્લા પ્રકાશનો ટૂંકા સમયમાં સારા અને ઉપયોગી પ્રકાશિત થયા તેમાં પણ નિમિત્ત કારણ શાસનસમ્રાટ્ શ્રી વિજયનેમિઉદયસૂરિ પટ્ટાલંકાર ગચ્છાધિપતિ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. સમાધિપૂર્ણ સ્વર્ગવાસ બનેલ. સમાધિ સ્થલે (અમીયાપુર-સાબરમતીથી ૪ કી. મી. અંતરે આવેલ) શ્રી જિનમંદિર, પૂ. સાધુ-સાધ્વીજી ભ. ઉપાશ્રય, સ્મૃતિમંદિરના આદેશ અપાઇ ગયેલ છે. જેનું નિર્માણ દેવ-ગુરુધર્મ પસાયે શાસનદેવની કૃપાથી નજીકના સમયમાં થનાર છે. જે ખરેખર પૂજ્યપાદ ગુરુદેવશ્રીનું પુણ્યબળ અને દિવ્યકૃપાની ફલશ્રુતિ જ ગણી શકાય.
પાલિતાણા મેરુનગરમાં પણ ધર્મસંકુલ ટૂંક સમયમાં સાકાર પામશે. શ્રમણી આરાધના ભવન નિર્માણાધિન છે. પૂજ્યપાદશ્રીના શિષ્યરત્નો પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મ.સા., પૂ. આચાર્ય શ્રી વિજયઇન્દ્રસેનસૂરીશ્વરજી મ. સા.ની પરમ પાવનીય પ્રેરણા તથા સંપાદક પૂજ્યપાદશ્રીનો અવિસ્મરણીય ઉપકાર કેમ ભૂલી શકાય? અમો પૂજ્યશ્રીના ઋણી છીએ. પૂજ્યપાદશ્રીના શિષ્ય