________________
( ર૬૦) ( અર્થ–પરંતુ માતાના ઉદરરૂપી ગુફામાં સિંહસરખા, બાલ્ય પણામાં સ્વજનોની દષ્ટિમાં અમૃતસરખા, તથા વનવયમાં કુટુંબને ભાર ઉપાડનારા તો કોઈ વીરલા બે ત્રણજ પુત્ર નીવડે છે. ૪૪
परापत्पृच्छका प्रायः । पृथव्यां संति परःशताः ॥ विरला एव दृश्यते । परापद्रंजना जनाः ॥ ४५ ॥
અર્થ-વળી પ્રાર્યો પરનું દુ:ખ પૂછનાર તે સેંકડગમે માણસો આ દુનિયામાં છે, પરંતુ પરનું દુઃખ નાશ કરનારા તો વીરલાજ દેખાય છે. તે કય છે
शोकांधकारितं सद्यो । विद्योतयिषसे यदि ॥ कुलदीपं मुखं मातु-स्तदाकर्णय तत्परः ॥ ४६॥
અર્થ–વળી હે કુલદીપક પુત્ર! શેરૂપી અંધકારથી ઝંખવાણું થયેલું આ તારી માતાનું મુખ જે તું તેજસ્વી કરવાને ઇચ્છતો હે તે તું સાવધાન થઇને સાંભળ? ૪૬ છે
તે સને નડ્યાધિarી ન જાપદં सहते हंत दीपस्य । प्रभा किं शलभाः कचित् ॥ ४७ ॥
અર્થ:–અહીં નો અધિકારી તારા કલાભ્યાસને સહન કરશે નહિ, કેમકે પતંગીયાં શું કયાંય દીપકની કાંતિ સહન કરી શકે છે કા
कोशांब्यामस्ति वप्तुस्ते । सतीखें रसिकः सखा ॥ વાન્ના દઢપારીતિ રીતિજ્ઞ શાણો જ૮ છે.
અર્થ –હવે કેશાંબી નગરીમાં શાસ્ત્ર અને શની કળામાં પ્રવીણ તારા પિતાનો સહાધ્યાયી તથા હશિયાર દઢપ્રહારી નામે મિત્ર વસે છે. ૪૮
तमुपेत्य कलाभ्यासं । कुरु वत्स गुणाकर ॥ पालयस्व पदं चंद्र । इव प्राप्तकलः पुनः ॥ ४९ ॥
અર્થ:–માટે હે ગુણવાન પુત્ર! તેની પાસે જઈને તું કલાભ્યાસ કર? અને પછી ચંદ્રની પેઠે કલાવાન થઈને તારી પદવીનું પાલન કર? ૪૯ છે
मातुः शिक्षामिमां मूर्ध्नि । नीत्वा रत्नवतंसतां ॥ तहत्तशंबलालंबी । कौशांबीमाप स क्रमात् ॥ ५० ॥