________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્રમાર્દવભાવને ધારણ કરે છે. અન્ય જીવો કરતાં પોતે કંઈક અધિક છે તે પ્રકારની બુદ્ધિથી ઉત્સકને ધારણ કરવો નહીં તે માદવભાવ છે. આવા અનુસૅકવાળા સાધુને લોકો તેમની ગુણવત્તાને અનુરૂપ આદર ન આપે તોપણ ખેદ થતો નથી. જેના ચિત્તમાં પોતે ત્યાગી છે, લોકોને આદર પાત્ર છે ઇત્યાદિ ઉત્સુક વર્તે છે તેઓને તે પ્રકારે આદર-સત્કારની પ્રાપ્તિ ન થાય તો ખેદ ઉત્પન્ન થાય છે. તેથી માર્દવભાવનો અભાવ પ્રાપ્ત થાય છે.
જે મહાત્માને ગુણવાન પ્રત્યે નમ્રતાની વૃત્તિ હોય તથા પોતાને પ્રાપ્ત થયેલી શક્તિનો અનુત્યેક હોય તે મહાત્મામાં જ માર્દવગુણ છે. બાહુબલીને કેવલી એવા નાનાભાઈઓને વંદન કરવાનો પરિણામ ન થયો તેથી નીચેવૃત્તિના અભાવના કારણે એમનામાં પોતાના ત્યાગ પ્રત્યે અનુસેક હોવા છતાં માર્દવભાવના અભાવની પ્રાપ્તિ થઈ. વળી માર્દવનું સ્વરૂપ વિશિષ્ટ બોધ કરાવવા અર્થે તેના પર્યાયવાચી શબ્દો કહે છે –
મૃદુભાવ એ માર્દવ છે. અર્થાત્ ગુણવાન પુરુષો પ્રત્યે જે મૃદુભાવબહુમાનનો ભાવ, તે માર્દવ છે. મૃદુકર્મ એ માર્દવ છેeગુણવાનને નમન આદિ કરીને તે પ્રકારે મૃદુભાવને ઉલ્લસિત કરવાની ક્રિયા તે મૃદુકર્મ છે. વળી પોતાનામાં કુલ આદિ વગેરેનો મદ વર્તતો હોય તેનું પ્રતિપક્ષ ભાવન કરીને તેનો નિગ્રહ તે માદવભાવ છે. માનનો વિઘાત=પોતાના આત્મામાં વર્તતા માનના પરિણામનો વિવેકપૂર્વકના તત્ત્વના પર્યાલોચનથી કરાતો વિઘાત, તે માર્દવ છે.
માર્દવભાવના પ્રતિપક્ષ એવા માનનાં આઠ સ્થાનો છે. જે જીવને જે પ્રકારનો ઉપયોગ વર્તે તેને અનુરૂપ મદ થાય છે. જેમ પોતે ઉત્તમ જાતિવાળો હોય તો હીનજાતિવાળી વ્યક્તિને જોઈને હું મહાન જાતિવાળો છું એ પ્રકારની બુદ્ધિ થાય છે, તે જાતિમદ છે. નિમિત્તને પામીને ક્યારેક વ્યક્ત મનમાં તેવો પરિણામ થાય છે તો ક્યારેક તેને શબ્દ દ્વારા અભિવ્યક્ત કરીને અતિશય કરવાનો પરિણામ થાય છે. આ રીતે માનકષાયને વશ થઈને ઉત્તમ જાતિવાળો હીનજાતિના કારણભૂત એવા કર્મને બાંધે છે. જેમ મરીચિએ પોતાના કુલનો મદ કર્યો તો ઘણા ભવો સુધી હીનકુલની પ્રાપ્તિ થઈ. કોઈકને પોતાના કુલનો મદ થાય છે, કોઈકને પોતાના રૂપનો મદ થાય છે તો કોઈને પોતાના ઐશ્વર્યનો મદ થાય છે. વળી કોઈકને પોતાની વિશિષ્ટ બુદ્ધિ આત્મક વિજ્ઞાનનો મદ થાય છે તો કોઈકને શ્રુતઅધ્યયન કરીને પ્રાપ્ત થયેલા શ્રુતનો મદ થાય છે. જેમ સ્થૂલિભદ્રજીને પોતાની બહેનોને પોતાના શ્રતનું માહાસ્ય બતાવવાનો પરિણામ થયો તે વખતે ઘણા ગુણોથી યુક્ત અને ઘણા નમ્રભાવથી ગુણવાન પ્રત્યે ભક્તિ કરનારા પણ સ્થૂલિભદ્રજીને શ્રતમદ થયો.
વળી કોઈકને ધનાદિ વસ્તુનો લાભ થતો હોય તેના કારણે તેને મદ થાય તે લાભપ્રદ છે, જેના કારણે ભવાંતરમાં તેની અપ્રાપ્તિ થાય તેવું કર્મ બંધાય. વળી ઘણા મહાત્માઓમાં વિશિષ્ટ પ્રકારનું વીર્ય હોય, જેથી પોતે જે અનુષ્ઠાન જે પ્રકારે વિધિ હોય તે પ્રકારે કરવા સમર્થ હોય તેવા પોતાના વીર્યને કારણે અને બીજાને તે પ્રકારે તે ક્રિયા કરવા અસમર્થ જોઈને મદ થાય કે હું વિધિશુદ્ધ ક્રિયા કરવા સમર્થ છું. આ વખતે