________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૬
જ કાનમાં ખીલા ઠોકાવાનો પ્રસંગ પ્રાપ્ત થયો, ખીલા ઠોકનાર પર તો નિમિત્તમાત્ર છે. આ પ્રકારે ભાવન ક૨વાથી પરના નિમિત્તને પામીને ઈષદ્ પણ અરુચિ-દ્વેષ-ક્રોધ આદિ ભાવો થતા નથી, પરંતુ પીડાકાળમાં પણ પીડા પ્રત્યે ઉપેક્ષા રાખીને સમભાવને અનુકૂળ યત્ન થાય છે. વળી સમભાવના અર્થ સાધુએ સદા વિચારવું જોઈએ કે ક્ષમાગુણ સદા આયાસના અભાવરૂપ છે, જીવની પ્રકૃતિરૂપ છે, જીવની સ્વસ્થતારૂપ છે, માટે મારે તેમાં જ યત્ન કરવો જોઈએ. ક્રોધ, દ્વેષ, અરુચિ આદિ ભાવો જીવના કર્મજન્ય આયાસરૂપ છે, માટે દુ:ખાત્મક છે, તેથી અવશ્ય મારે તેનો પરિહાર કરવો જોઈએ. ૧
ભાષ્યઃ
नीचैर्वृत्त्यनुत्सेको मार्दवलक्षणम् । मृदुभावो मृदुकर्म वा मार्दवं, मदनिग्रहो मानविघातश्चेत्यर्थः । तत्र मानस्येमान्यष्टौ स्थानानि भवन्ति । तद्यथा નાતિ: ૨, લમ્ ૨, રૂપમ્ રૂ, પેશ્ર્વર્યમ્ ૪, विज्ञानम् ५, श्रुतम् ६, लाभो ७, वीर्यम् ८ इति । एभिर्जात्यादिभिरष्टाभिर्मदस्थानैर्मत्तः परात्मनिन्दा - प्रशंसाभिरतः तीव्राहङ्कारोपहतमतिरिहामुत्र च अशुभफलमकुशलं कर्मोपचिनोति, उपदिश्यमानमपि च श्रेयो न प्रतिपद्यते, तस्मादेषां मदस्थानानां निग्रहो मार्दवं धर्म इति २ । ।
ભાષ્યાર્થ :
चैर्वृत्ि કૃતિ ।। નીચેવૃત્તિ=નમ્રતાની વૃત્તિ, અને અનુત્યેક માર્દવનું લક્ષણ છે. માર્દવના પર્યાયવાચી બતાવે છે –
૭૭
.....
મૃદુભાવ, મૃદુકર્મ, માર્દવ, મદનો નિગ્રહ, માનનો વિઘાત એ એકાર્થવાચી શબ્દો છે. ત્યાં=માર્દવભાવમાં, બાધક એવા માનનાં આ આઠ સ્થાનો છે. તે આ પ્રમાણે – જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્ય, વિજ્ઞાન, શ્રુત, લાભ અને વીર્ય.
‘કૃતિ’ શબ્દ આઠ મદસ્થાનની સમાપ્તિ અર્થે છે.
આ જાતિ આદિ આઠ મદસ્થાનો વડે, મત્ત એવો પુરુષ પરની નિંદામાં અને આત્માની પ્રશંસામાં અભિરત, તીવ્ર અહંકારથી ઉપહત મતિવાળો, આ લોકમાં અને પરલોકમાં અશુભલવાળા અકુશલકર્મને ઉપચય કરે છે અને ઉપદેશ અપાતો પણ શ્રેયને પ્રાપ્ત કરતો નથી. તે કારણથી આ મદસ્થાનનો નિગ્રહ માર્દવધર્મ છે.
‘કૃતિ’ શબ્દ માર્દવધર્મની સમાપ્તિ માટે છે. ૨
:
ભાવાર્થ
(૨) માર્દવયતિધર્મ :
સાધુમાં ઉત્તમ ક્ષમાધર્મની જેમ ઉત્તમ માર્દવભાવરૂપ ધર્મ વર્તે છે. તેથી તે મહાત્મા ગુણસંપન્ન પુરુષો પ્રત્યે સદા નમ્રભાવથી વર્તે છે અને તેમની સામે પોતે સાવ સામાન્ય છે એ પ્રકારની નમ્રભાવની વૃત્તિથી