________________
૨૩૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ / અધ્યાય-૧૦ | સૂત્ર-૭
સ્વલિંગમાં સિદ્ધ થાય છે. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારનું છે – સ્વલિંગ=જૈન સાધુનો વેશ, અત્યલિંગ અન્ય સંન્યાસીનો વેશ અને ગૃહિલિંગ-ગૃહસ્થનો વેશ. એથી તેના પ્રત્યે દ્રવ્યલિંગને આશ્રયીને, ભાય છે=પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયના મતે ત્રણે દ્રવ્યલિંગમાંથી ગમે તે લિંગમાં સિદ્ધ થઈ શકે છે. વળી સર્વ જ–ત્રણે લિંગમાંથી ગમે તે લિંગમાં રહેલો જીવ, ભાવલિંગને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય છે. ! ભાવાર્થલિંગદ્વારનું અન્ય રીતે નિરૂપણ -
પૂર્વમાં લિંગ શબ્દથી વેદનો ઉદય અને વેદના ઉદયના કારણભૂત શરીરની વિવક્ષા કરેલ. તેથી સિદ્ધના જીવો પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયના મતે અવેદવાળા સિદ્ધ થાય છે તેમ કહેલ; કેમ કે સિદ્ધઅવસ્થાની ક્ષણમાં તેઓને વેદનો ઉદય પણ નથી અને વેદને અનુકૂળ એવું સ્ત્રી આદિનું શરીર પણ નથી. વળી, દ્રવ્યલિંગ, ભાવલિંગ અને અલિંગરૂપ ત્રણ વેદને આશ્રયીને વિચારણા કરતી વખતે પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયના મતે જેઓને દ્રવ્યલિંગ પણ નથી અને ભાવલિંગ પણ નથી તેઓ સિદ્ધ થાય છે; કેમ કે “સિધ્યમાન: સિદ્ઘતિ ' એ વચનાનુસાર જેઓએ સર્વ કર્મનો નાશ કર્યો છે અને શરીર વગરના થયા છે તેઓ પ્રથમ ક્ષણમાં સિધ્યમાન છે અને તેઓ જ સિદ્ધ થાય છે. તેથી સિદ્ધત્વના પ્રાપ્તિકાળમાં તેઓને કર્મનાશના કારણભૂત એવી રત્નત્રયીની પરિણતિરૂપ ભાવલિંગ પણ નથી. જોકે રત્નત્રયીની પરાકાષ્ઠારૂપ ભાવલિંગ ચૌદમા ગુણસ્થાનકે છે. તેથી જ તે ભાવલિંગ દ્વારા નિર્જરાની અને સંવરની પ્રાપ્તિ છે; પરંતુ સર્વ કર્મ રહિત એવા સિદ્ધના આત્માને રત્નત્રયીની પરિણતિ હોવા છતાં નિર્જરાની કારણભૂત રત્નત્રયીની પરિણતિ નથી; પણ જીવની પ્રકૃતિરૂપ રત્નત્રયીની પરિણતિ છે, માટે અલિંગસિદ્ધ છે. વળી, તેઓને જૈન સાધુના વેશરૂપ દ્રવ્યલિંગ નથી, અન્યદર્શનના સંન્યાસીના વેશરૂપ દ્રવ્યલિંગ નથી કે ગૃહસ્થના વેશરૂપ દ્રવ્યલિંગ પણ નથી. અર્થાત્ દ્રવ્યલિંગ અને ભાવલિંગનો અભાવ હોવાને કારણે અલિંગવાળા એવા તેઓ સિદ્ધ થાય છે, એમ પ્રત્યુત્પન્નભાવ-પ્રજ્ઞાપનીય એવો નય કહે છે. વળી સિદ્ધ થવાની પ્રાપ્તિના પૂર્વના ભાવને ગ્રહણ કરનાર નય ભાવલિંગને આશ્રયીને બધા જીવો સ્વલિંગમાં સિદ્ધ થાય છે એમ કહે છે સર્વજ્ઞ પ્રરૂપિત એવા ભાવલિંગમાં સિદ્ધ થાય છે એમ કહે છે; કેમ કે સમતાની પરિણતિરૂપ ભાવલિંગ વગર કોઈ સિદ્ધ થતું નથી. પ્રવર્ધમાન સમતાની પરિણતિ જ યોગનિરોધકાળની પ્રાપ્તિ સુધીની નિર્જરાનું કારણ છે. તેથી પ્રવર્ધમાન સમતાની પરિણતિ જ મોક્ષપ્રાપ્તિનું ભાવલિંગ છે=ભાવચિહ્ન છે. દ્રવ્યલિંગને આશ્રયીને ત્રણ પ્રકારનાં લિંગો છે. જૈન સાધુનો વેશ સ્વલિંગ છે, અન્યદર્શનના સંન્યાસીનો વેશ અન્યલિંગ છે અને ગૃહસ્થનો વેષ ગૃહલિંગ છે. આ ત્રણે લિંગમાંથી કોઈપણ લિંગમાં વર્તતો જીવ સમતાની પરિણતિરૂપ ભાવલિંગને પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે, એમ પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય સ્વીકારે છે.
વળી ત્રણ પ્રકારના દ્રવ્યલિંગમાંથી કોઈપણ લિંગમાં રહેલા સમતાની પ્રવર્ધમાન પરિણતિરૂપ ભાવલિંગ વગર સિદ્ધ થતા નથી, તેથી પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયથી જે કોઈ સિદ્ધ થાય છે તે સર્વ ભાવલિંગને પ્રાપ્ત કરીને જ સિદ્ધ થાય છે. II.