________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૪૩, ૪૪, ૪૫
૧૮૫ પરિણામે પ્રથમ શુક્લધ્યાનના પ્રારંભથી સતત સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધની અતિશય-અતિશયતરતા થાય છે અને બીજા શુક્લધ્યાનમાં તે પદાર્થના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પર્યાય તરફ ઉપયોગ પ્રવર્તે છે અને વિતરાગ થયેલ હોવાથી નિસ્તરંગ સ્થિર સમુદ્ર જેવો શ્રુતનો ઉપયોગ હોય છે. તેથી અવિચારરૂપ બીજું શુક્લધ્યાન વર્તે છે. II૯/૪૩
અવતરણિકા :
સૂત્ર-૪૩ના ભાગમાં કહ્યું કે પ્રથમ શુક્લધ્યાન સવિચારરૂપ છે. તેથી બીજું શુક્લધ્યાન કેવું છે? તે સ્પષ્ટ કરવાથું કહે છે – સૂત્ર :
अविचारं द्वितीयम् ।।९/४४।। સૂત્રાર્થ :
બીજુ શુકલધ્યાન અવિચાર છે. II/૪૪ll ભાષ્ય :
अविचारं सवितर्क द्वितीयं ध्यानं भवति ।।९/४४।। ભાષ્યાર્થ:
વિચાર.... મવતિ | અવિચાર વિતર્ક સહિત એવું બીજું ધ્યાન=એકત્વવિતર્ક નામનું શુક્લધ્યાન, છે. II૯/૪૪ ભાવાર્થ :
પહેલા પૃથક્વેવિતર્ક નામના સવિચાર શુક્લધ્યાનમાં અર્થ અને બાહ્યશબ્દ એ રૂપ વ્યંજનની સંક્રાંતિ હતી અને યોગોની પણ સંક્રાંતિ હતી, જ્યારે એકત્વવિતર્ક નામના બીજા અવિચાર શુક્લધ્યાનમાં શબ્દ અને અર્થની સંક્રાંતિનો અભાવ થાય છે, જેથી એક પર્યાય ઉપર ચિત્ત સ્થિર વર્તે છે. તેથી બીજા શુક્લધ્યાનનું નામ અવિચાર શુક્લધ્યાન છે. II૯/૪જા
ભાષ્ય :
ગાદ – વિતરિવારોઃ : પ્રતિવિશેષ તિ? સત્રો – ભાષ્યાર્થ :
અહીં=પ્રથમ અને બીજા શુક્લધ્યાનમાં વિતર્ક, વિચાર તથા અવિચારનું કથન કર્યું ત્યાં, પ્રશ્ન કરે છે – વિતર્ક અને વિચારમાં શું પ્રતિવિશેષ છે? શું ભેદ છે ?, એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે –