________________
૧૮૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૩ શુક્લધ્યાનકાળમાં અન્ય દ્રવ્યનો ઉપયોગ છે અને બીજા શુક્લધ્યાનમાં અન્ય દ્રવ્યનો ઉપયોગ છે કે બ9 શુક્લધ્યાનમાં એક દ્રવ્યનો ઉપયોગ છે ? તેથી કહે છે – સૂત્રઃ
વિશ્વ સવિત પૂર્વે ૨/૪રૂા. સૂત્રાર્થ:
એક આશ્રયવાળા એક દ્રવ્યના આશ્રયવાળા, સવિતર્કવિતર્ક સહિત, પૂર્વનાં બે ધ્યાનો છે. II૯/૪૨I
ભાષ્ય :
एकद्रव्याश्रये सवितर्के पूर्वे ध्याने प्रथमद्वितीये । तत्र सविचारं प्रथमम् ।।९/४३।।
ભાષ્યાર્થ:
પદ્રવ્યા .... પ્રથમન્ II એક દ્રવ્યના આશ્રયવાળાં સવિતર્ક એવાં પૂર્વનાં પ્રથમ અને દ્વિતીય ધ્યાત છે. ત્યાં સવિચાર નામનું પ્રથમ ધ્યાન છે. II૯/૪૩ ભાવાર્થ
શુક્લધ્યાન પરમાણુ ઉપર ઉપયોગ રાખીને કે અરૂપી એવા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર ઉપયોગ રાખીને પ્રવર્તે છે. તેથી જે મહાત્માએ પરમાણુરૂપ એક દ્રવ્ય ઉપર ઉપયોગવાળા થઈને પ્રથમ શુક્લધ્યાનનો પ્રારંભ કર્યો છે તે મહાત્મા તે પરમાણુદ્રવ્ય ઉપર જ ઉપયોગવાળા રહીને બીજા શુક્લધ્યાનનો પ્રારંભ કરે છે; પરંતુ પ્રથમ શુક્લધ્યાનનો ઉપયોગ પરમાણુ ઉપર હોય છે અને બીજું શુક્લધ્યાન આત્મદ્રવ્ય ઉપર હોય છે તેવો વિભાગ નથી. તેથી અન્ય કોઈ મહાત્મા અરૂપી એવા આત્મદ્રવ્ય ઉપર ઉપયુક્ત થઈને પ્રથમ શુક્લધ્યાનનો પ્રારંભ કરે તો બીજું શુક્લધ્યાન પણ તે મહાત્માનું આત્મદ્રવ્યને આશ્રયીને જ પ્રવર્તે છે. તેથી એ ફલિત થાય કે પ્રથમ શુક્લધ્યાન અને બીજા શુક્લધ્યાનનો અખંડ એક ઉપયોગ છે; પરંતુ જેમ છદ્મસ્થ અવસ્થામાં ધર્મધ્યાનના ઉપયોગવાળા મહાત્મા ધર્મધ્યાનની દીર્ધકાળની અવિચ્છિન્ન સંતતિવાળા હોય ત્યારે પ્રથમ ધર્મધ્યાનનો ઉપયોગ પૂર્ણ થાય, ત્યાર બાદ અન્ય પદાર્થ વિષયક અથવા ફરી તે પદાર્થ વિષયક અવગ્રહ આદિના ક્રમથી ઉપયોગનો પ્રારંભ કરીને બીજા ધર્મધ્યાનના ઉપયોગવાળા બને છે, તેનો ઉપયોગ પ્રથમ શુક્લધ્યાન અને બીજા શુક્લધ્યાનમાં નથી, પરંતુ પ્રથમ શુક્લધ્યાનમાં જે એક દ્રવ્ય ઉપર ધ્યાનનો યત્ન હતો તે જ પ્રકર્ષવાળો થઈને બીજા શુક્લધ્યાનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ શુક્લધ્યાનના ઉપયોગ કરતાં પણ તે પદાર્થ વિષયક અત્યંત સૂક્ષ્મ ઉપયોગ બીજા શુક્લધ્યાનમાં વર્તે છે. આથી પ્રથમ શુક્લધ્યાન સવિચારરૂપ હોય છે અર્થાત્ તે પદાર્થના દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં મન-વચન-કાયાના યોગોની સંક્રાંતિ હોય છે તે વખતે તે મહાત્મા અર્થના ઉપયોગથી શબ્દમાં ઉપયોગવાળા થાય છે અને શ્રુતના શબ્દના બળથી અર્થના વિશેષ પર્યાયોને જાણનારા બને છે. તેથી અર્થ અને વ્યંજનરૂપ શબ્દમાં ઉપયોગની સંક્રાંતિ થાય છે.