________________
૧૧
તત્ત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૨પ છે=સૂત્રનું અને અર્થનું છે. અનુપ્રેક્ષા ગ્રંથ અને અર્થનો જ મનથી અભ્યાસ છે. આખાય ઘોષવિશુદ્ધ પરિવર્તન છે, ગુણન છે, રૂપનું આદાન છે, એ પ્રકારનો અર્થ છે. ધર્મોપદેશના પર્યાયવાચી બતાવે છે –
અર્થનો ઉપદેશ, વ્યાખ્યાન, અનુયોગનું વર્ણન, ધર્મનો ઉપદેશ એ પ્રકારે અનર્થાતર છે. I૯/૨પા ભાવાર્થ :(૧) વાચનાસ્વાધ્યાય -
જે સાધુ શાસ્ત્રના યથાર્થ અર્થને જાણીને શિષ્યને ભગવાનના વચનના પરમાર્થનો બોધ થાય એ પ્રકારે અત્યંત ઉપયોગપૂર્વક અધ્યાપન કરાવે તે વખતે ભગવાનના વચનથી ભાવિત થતા હોવાને કારણે અને ભગવાનનું વચન વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે જ તત્ત્વને બતાવનાર હોવાથી અધ્યાપનકાળમાં વાચના આપનાર ગુરુને વિતરાગના વચનના ભાવો સ્પર્શતા હોય તો તે વાચનાપ્રદાનની પ્રવૃત્તિથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે, કેમ કે “જે ભાવોથી જે કર્મો બંધાય છે તેનાથી વિરુદ્ધ ભાવો દ્વારા તે કર્મોનો નાશ થાય છે” એ નિયમ અનુસાર વાચનાકાળમાં જેટલા અંશમાં વીતરાગતાના ભાવોનો સ્પર્શ થાય, એટલા અંશમાં અવીતરાગભાવથી બંધાયેલાં કર્મોનો નાશ થાય છે. તેથી તેવા પ્રકારની શિષ્યને અધ્યાપનની ક્રિયા નિર્જરાના અંગભૂત વાચનારૂપ સ્વાધ્યાય છે. જે સાધુ તે પ્રકારે અધ્યાપન કરાવી શકતા નથી તેઓની વાચના અભ્યતરતપરૂપ સ્વાધ્યાય બને નહીં; કેમ કે વીતરાગભાવને નહીં સ્પર્શનાર વચનપ્રયોગમાત્રથી કરાતી સ્વાધ્યાયની ક્રિયા નિર્જરાના કારણભૂત અત્યંતરતપરૂપ બને નહીં. (૨) પૃચ્છનાસ્વાધ્યાય -
વળી ગુરુ પાસેથી વીતરાગના વચનના પરમાર્થને જાણ્યા પછી કોઈક સ્થાનમાં કોઈક અર્થનો નિર્ણય ન થયો હોય કે કોઈક સૂત્ર યથાર્થ સ્મૃતિમાં ન હોય ત્યારે યોગ્ય શિષ્ય તે સૂત્ર અને તે અર્થની પૃચ્છા કરીને વીતરાગના વચનના સૂક્ષ્મ પરમાર્થને જાણવા યત્ન કરે છે ત્યારે સંસારના ઉચ્છેદના અર્થી એવા તે શિષ્યનો યત્ન સંસારના ઉચ્છેદના ઉપાયભૂત એવા તે ગ્રંથનો અને અર્થનો-તે સૂત્રનો અને અર્થનો, યથાર્થ બોધ કરવાને અનુકૂળ એવા વ્યાપારરૂપ બને છે, તેથી તે પૃચ્છનની ક્રિયા મહાનિર્જરાનું કારણ બને છે. તેથી જે જે અંશથી પૃચ્છનકાળમાં ભગવાનના વચનનું બહુમાન અને ભગવાનના વચનના પારમાર્થિક અર્થના બોધનો સ્પર્શ આત્માને થાય છે તેને અનુરૂપ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, જે સ્વાધ્યાયના પેટાભેદ આત્મક પૃચ્છનાસ્વાધ્યાયરૂપ અત્યંતરતા છે. તે સિવાયની યથાતથા પૃચ્છનની ક્રિયા નિર્જરાનું કારણ નહીં હોવાથી અત્યંતરતા બને નહીં. (૩) અનુપ્રેક્ષાસ્વાધ્યાય :
વળી યોગ્ય શિષ્ય સર્વજ્ઞનાં વચનો ઉચિત પ્રવૃત્તિનું કારણ બને એ રીતે ગુરુ પાસેથી અધ્યયન કરે છે,