________________
૧૬૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૨૪, ૨૫ નિર્જરાનું કારણ છે તેમ વૈયાવચ્ચકાળમાં શાસ્ત્રવિધિની સર્વ ઉચિત યતનાઓ નિર્જરાની પ્રાપ્તિમાં બળવાન કારણ છે. તેની ન્યૂનતા કૃત નિર્જરામાં પણ ન્યૂનતાની પ્રાપ્તિ થાય છે.
વળી ચતુર્વિધ સંઘ શબ્દથી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની પ્રાપ્તિ છે. સાધુ પણ જેમ ગ્લાન સાધુની ગ્લાનતાને દૂર કરીને તેઓ સંયમની વૃદ્ધિમાં યત્ન કરી શકે તેવા શુભાશયથી વૈયાવચ્ચ કરે છે ત્યારે ગ્લાનના સંયમની વૃદ્ધિ પ્રત્યેના શુભાશયને અનુરૂપ નિર્જરાની પ્રાપ્તિ થાય છે એમ ચતુર્વિધ સંઘ અંતર્ગત કોઈના પણ ધર્મની વૃદ્ધિને અનુકૂળ ઉચિત વ્યાપારમાં ઉપષ્ટભક થાય તેવી પ્રવૃત્તિ સાધુ કરે, ત્યારે તે સાધુ ચતુર્વિધ સંઘની કે ચતુર્વિધ સંઘ અંતર્ગત શ્રાવક-શ્રાવિકાદિ કોઈની પણ વૈયાવચ્ચ કરીને નિર્જરાની પ્રાપ્તિ કરે છે. ફક્ત બાહ્ય શાતાર્થે શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવાનો સાધુને નિષેધ પ્રાપ્ત થાય, પરંતુ તેઓના સ્વભૂમિકાનુસાર ધર્મકૃત્ય દ્વારા ધર્મની વૃદ્ધિ થાય તેવા અનુષ્ઠાનને ઉપષ્ટભક એવી વૈયાવચ્ચ સાધુ કરે ત્યારે તે વૈયાવચ્ચથી સાધુને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૯/૨૪ અવતરણિકા:
સૂત્ર-૨બાં ૬ પ્રકારના અભ્યતરતપ બતાવ્યા તેમાંથી ક્રમ પ્રાપ્ત સ્વાધ્યાયનું સ્વરૂપ બતાવે છે – સૂત્ર:
वाचनाप्रच्छनानुप्रेक्षाऽऽम्नायधर्मोपदेशाः ।।९/२५ ।। સૂત્રાર્થ -
વાચના, પૃચ્છના, અનપેક્ષા, આમ્નાય, ધર્મોપદેશ (એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય અત્યંતરતા છે.) l૯/રપી ભાષ્ય :
स्वाध्यायः पञ्चविधः । तद्यथा-वाचना १, प्रच्छनं २, अनुप्रेक्षा ३, आम्नायः ४, धर्मोपदेश ५ इति । तत्र वाचनं शिष्याध्यापनम् । प्रच्छनं ग्रन्थार्थयोः । अनुप्रेक्षा ग्रन्थार्थयोरेव मनसाऽभ्यासः । आम्नायो घोषविशुद्धं परिवर्तनं, गुणनं, रूपादानमित्यर्थः । अर्थोपदेशो व्याख्यानं अनुयोगवर्णनं धर्मोपदेश इत्यनान्तरम् ।।९/२५ ।। ભાષ્યાર્થ -
સ્વાધ્યાયઃ ચનારમ્ સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે – (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) અનુપ્રેક્ષા, (૪) આખાય અને (૫) ધર્મોપદેશ.
તિ' શબ્દ સ્વાધ્યાયના પાંચ ભેદની સમાપ્તિ માટે છે. ત્યાં પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં, વાચન શિષ્યનું અધ્યાપન છે. પૃચ્છન ગ્રંથનું અને અર્થનું