________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ / અધ્યાય-૯ / સૂત્ર-૨૨
૧૫૧ છે તે સાધુ જીવનમાં થયેલી કોઈ અલના માટે અપાતા પંચકલ્યાણક આદિ તપરૂપ હોવા જોઈએ અને ચંદ્રપ્રતિમા આદિ અનેક પ્રકારના પ્રકીર્ણક તપો ભૂતકાળના થયેલા પાપની શુદ્ધિ અર્થે હોવા જોઈએ, આ પ્રકારનો અર્થ જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે.
વળી દશ પ્રકારના યતિધર્મને કહેનારા સૂત્ર-કમાં બે પ્રકારનો તપ છે, તેમ કહેલ અને ત્યારપછી પ્રકીર્ણકતપ અનેક પ્રકારનો છે તેમ કહેલ. તે પ્રકીર્ણક તપ ગ્રંથકારશ્રીએ પ્રાયશ્ચિત્તતાની કુક્ષિમાં ગ્રહણ કરેલ છે. તેથી તે બાહ્યતપરૂપ નથી, પરંતુ પ્રાયશ્ચિત્ત નામના અભ્યતરતપના પેટાભેદ સ્વરૂપ છે એવો અર્થ જણાય છે. ભાષ્યકારશ્રીએ કહ્યું એ પ્રમાણે બાહ્યતા મહાત્માઓ સંગના ત્યાગાળે કરતા હશે અર્થાત્ આહારસંજ્ઞાના ઉચ્છદાર્થે કોઈક મહાત્મા કરતા હશે. વળી શરીરમાં જડતા ન રહે, પરંતુ કાંઈક શિથિલ થયેલું શરીર સુખપૂર્વક સંયમમાં પ્રવર્તે એ રૂપ શરીરલાઘવ માટે કોઈક મહાત્મા કરતા હશે, તો વળી કોઈકની ઇન્દ્રિયો શાંત થતી ન હોય ત્યારે બાહ્યતપ કરીને ઇન્દ્રિયના વિજય માટે કોઈક મહાત્મા પ્રયત્ન કરતા હશે. અથવા નંદિષણમુનિની જેમ સંયમના રક્ષણ અર્થે કોઈક મહાત્મા બાહ્ય તપ કરતા હશે. અથવા કર્મનિર્જરાના પ્રયોજનથી કોઈ મહાત્મા બાહ્યતપ કરતા હશે. જ્યારે ચંદ્રપ્રતિમા આદિ તપ તો ભૂતકાળના પાપની શુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્ત અર્થે જ કરતા હશે. આવો અર્થ ભાષ્યવચનથી જણાય છે, વિશેષ બહુશ્રુતો વિચારે. (૭) છે પ્રાયશ્ચિત્ત :
છેદ, અપવર્તન, અપહાર એ સર્વ છેદના પર્યાયવાચી શબ્દો છે. કોઈ સાધુએ પ્રમાદવશ કોઈ અપરાધ કર્યો હોય, જેની શુદ્ધિનો ઉપાય તપપ્રાયશ્ચિત્તથી શક્ય ન હોય ત્યારે છેદપ્રાયશ્ચિત્ત અપાય છે. તે છેદપ્રાયશ્ચિત્ત દ્વારા તેની પ્રવ્રજ્યાના પર્યાયનો છેદ કરવામાં આવે છે. છેદપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિયોગ્ય અપરાધનું સેવન કરનાર સાધુ ગુરુ પાસે અધ્યવસાયની શુદ્ધિપૂર્વક પોતાના પાપનું નિવેદન કરે તે વખતે ગુરુ જે છેદપ્રાયશ્ચિત્ત આપે તે છેદપ્રાયશ્ચિત્ત અત્યંત સંવેગપૂર્વક સ્વીકારે ત્યારે પોતાની પ્રવજ્યાના પર્યાયના છેદને કારણે પોતાના દ્વારા થયેલા પાપનો તે મહાત્માને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. તે મહાત્માને પર્યાયના છેદથી થયેલા વિશુદ્ધ અધ્યવસાયના કારણે છેદપ્રાયશ્ચિત્તરૂપ અભ્યતરતપની પ્રાપ્તિ થાય છે. (૮) પરિહારપ્રાયશ્ચિત્ત :
વળી પરિહારપ્રાયશ્ચિત્તરૂપ તપ માસિક આદિ છે. જે સાધુને પરિહારપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય તે મહાત્મા સાથે સર્વ પ્રકારના બોલવાના, ચાલવાના કે માંડલીના વ્યવહારનો ત્યાગ કરવામાં આવે છે. તેથી તે મહાત્માને પશ્ચાત્તાપ થાય છે કે મેં આ અનુચિત કૃત્ય કર્યું તેથી મારી સાથે આ મહાત્માઓએ સર્વ વ્યવહારો બંધ કર્યા છે. તેથી તે મહાત્માઓ પ્રત્યે લેશ પણ અરુચિ વગર પોતાના પાપના કૃત્યનો આ ઉચિત દંડ છે એ પ્રકારે પરિહારપ્રાયશ્ચિત્તકાળમાં જે મહાત્મા પાપની જુગુપ્સાપૂર્વક પાપની શુદ્ધિ માટે પ્રયત્ન કરે છે તે મહાત્માને પરિહારપ્રાયશ્ચિત્તરૂપ અત્યંતરતપ દ્વારા કર્મનિર્જરાની પ્રાપ્તિ થાય છે.