SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ / અધ્યાય-૯ / સૂત્ર-૨૨ નહીં હોવાથી અને જિનવચન અનુસાર શુદ્ધ ભિક્ષાદિ ગ્રહણ કરવાનો અધ્યવસાય હોવાથી તે પરઠવવાની ક્રિયા પણ ભાવવિશુદ્ધિનું કારણ બને છે. આ ક્રિયા વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્તતપ સ્વરૂપ છે, જેનાથી ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. વળી અર્શકનીય વિવેકવાળી વસ્તુમાં પણ વ્યુત્સર્ગ નામના પ્રાયશ્ચિત્તરૂપ તપની પ્રાપ્તિ છે. જેમ કોઈ સાધુએ સંસક્ત અન્ન-પાન ગ્રહણ કર્યા હોય ત્યારે તેમાં સંસક્તપણું અશકનીય હોય અર્થાત્ આ જીવ સંસક્ત છે તેવો નિર્ણય હોય ત્યારે તે વસ્તુને પરઠવામાં આવે છે. કોઈ ઉપકરણ જીવસંસક્ત હોય અને જીવની વિરાધના વગર તેને દૂર કરી શકાય તેમ ન હોય ત્યારે તે ઉપકરણને પણ સાધુ પરઠવે છે, તે સમયે વ્યુત્સર્ગ નામના પ્રાયશ્ચિત્તરૂપ તપની પ્રાપ્તિ છે. આ સર્વ ક્રિયા કરતી વખતે જિનવચનનું સ્મરણ, જીવરક્ષાનો અધ્યવસાય અને સમભાવનો પરિણામ વિદ્યમાન હોય તો તે પ્રવૃત્તિથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે સાધુનું ચિત્ત ગુપ્તિવાળું નથી અને માત્ર શરીરથી પરઠવાની ક્રિયા કરે તો તેટલામાત્રથી તે ક્રિયા તારૂપ બનતી નથી. (૬) તપપ્રાયશ્ચિત્ત : વળી ત:પ્રાયશ્ચિત્ત અનશનાદિ તથા પ્રકીર્ણકતપ સ્વરૂપ ચંદ્રપ્રતિમા આદિ અનેક પ્રકારનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુજીવનમાં થયેલા દોષોની શુદ્ધિ અર્થે જે તપપ્રાયશ્ચિત્ત અપાય છે તે પ્રાયશ્ચિત્તમાં તપ તરીકે બાહ્યતપ જ અપાય છે, સ્વાધ્યાયાદિ નહીં; કોઈક કારણે બાહ્યતપ કરવા માટે સાધુ અસમર્થ હોય ત્યારે અનન્ય ઉપાયરૂપે જ સ્વાધ્યાયાદિરૂપે પ્રાયશ્ચિત્ત અપાય છે. વળી જે સાધુથી કોઈ પાપ ન થયું હોય છતાં પોતાના ભાવના પ્રકર્ષાર્થે બાહ્ય અણસણાદિ તપ કે ચંદ્રપ્રતિમા આદિ અનેક પ્રકારના પ્રકીર્ણક તપો કરે છે તે સર્વ સાધુજીવનની પ્રાપ્તિ પૂર્વે કરાયેલાં પાપોની શુદ્ધિ અર્થે હોવાથી ત:પ્રાયશ્ચિત્તરૂપ છે. વર્તમાનમાં જે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને તપ કરાય છે તે સિવાય અન્ય પણ જે કાંઈ શક્તિના પ્રકર્ષ અર્થે બાહ્યતપ કરાય છે તેના દ્વારા નિર્લેપ પરિણતિ મહાત્મા પ્રાપ્ત કરે છે. આ સર્વ ભૂતકાળનાં પાપોની શુદ્ધિનું કારણ હોવાથી ત:પ્રાયશ્ચિત્તરૂપ અત્યંતરતા છે. સાધુને કોઈ સ્કૂલના થઈ હોય ત્યારે પંચકલ્યાણક, ભિન્નમાસ, લઘુમાસ, ગુરુમાસ, લઘુચતુર્માસ, ગુરુચતુર્માસ, લઘુષમાસ, ગુરુષમાસ પ્રાયશ્ચિત્ત આપવાની વિધિ પૂર્વમાં પ્રસિદ્ધ હતી. વળી, તે મુજબ જીતવ્યવહારમાં પણ વર્તમાનના કાળને અનુરૂપ તપની વિધિ પ્રસિદ્ધ છે; પરંતુ ચંદ્રપ્રતિમા આદિ બાહ્યતા કરાયેલા પાપની શુદ્ધિ અર્થે અપાતા હોય તેવું પ્રસિદ્ધ નથી. તેથી એમ જણાય છે કે વર્તમાનમાં કોઈ અલના ન થઈ હોય તોપણ અનાદિકાળથી બંધાયેલાં ભૂતકાળનાં પાપોના શોધન અર્થે ચંદ્રપ્રતિમાદિ તપ કોઈ કરે તો તે પ્રાયશ્ચિત્તરૂપ અત્યંતરતા છે. સાધુ ઉપવાસના પારણે ઉપવાસ કે છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે તે બાહ્યતા છે, જે સંગત્યાગ, શરીરના લાઘવ, ઇન્દ્રિયોના વિજય, સંયમના રક્ષણ અને કર્મનિર્જરા માટે કરાય છે, તેથી ભાષ્યકારશ્રીએ અણસણ આદિને બાહ્યતામાં ગ્રહણ કરેલ છે. વળી પ્રાયશ્ચિત્તતપના પેટા ભેદમાં બાહ્ય અણસણ આદિ ગ્રહણ કરેલ
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy