________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | પ્રસ્તાવના નિરોધ થાય છે તે તે અંશથી તે તે પ્રકારના સંવરને પ્રાપ્ત કરે છે. તે આશ્રવનો નિરોધ પરમાર્થથી સુગુપ્ત એવા મુનિ કરી શકે છે અને સમ્યગ્દષ્ટિ આદિ જીવો અંશથી કરી શકે છે. તેથી સંવર ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહનો જય તથા ચારિત્રથી થાય છે તેમ કહેલ છે. તેથી જે સાધુ સર્વ ઉદ્યમથી સમિતિગુપ્તિમાં દઢ યત્નવાળા છે તેઓ જ પારમાર્થિક રીતે સર્વસંવર તરફ જનારા છે, માટે સંવરવાળા છે અને સર્વસંવર યોગનિરોધકાળમાં પ્રાપ્ત થાય છે. વળી, મુનિ તપનું સેવન કરીને નિર્જરાની પ્રાપ્તિ કરે છે.
મુનિની ગુપ્તિ સમ્યગુ મન-વચન-કાયાના નિગ્રહ સ્વરૂપ છે. તેથી જે મુનિઓ મન-વચન-કાયાને વિતરાગના વચનથી નિયંત્રિત કરીને વીતરાગ તુલ્ય થવાને અનુકૂળ પ્રવર્તાવે છે તેઓ જ ગુપ્તિવાળા છે. આવા ગુપ્તિવાળા મુનિ પણ સંયમની વૃદ્ધિના પ્રયોજનથી કોઈ ચેષ્ટા કરે ત્યારે યથાયોગ્ય પાંચ સમિતિમાં પ્રયત્ન કરે છે. જેથી સમિતિકાળમાં પણ ગુપ્તિ અવશ્ય હોય છે. વળી, સાધુઓ જેમ સમિતિ-ગુપ્તિમાં યત્ન કરે છે તેમ ક્ષમાદિ દશવિધ ધર્મોમાં પણ યત્ન કરે છે જેનાથી ક્રોધાદિ કષાયો ક્ષીણ-ક્ષીણતર થાય છે. સાધુ કઈ રીતે ક્ષમાદિ કરે છે તેનું સૂક્ષ્મ સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ છે, જેનાથી યોગ્ય જીવ નિમિત્ત પામીને કષાય ઉત્પન્ન થયા હોય તે વખતે કઈ રીતે તે કષાયોથી આત્માનું રક્ષણ કરીને ક્ષમાદિ ભાવો ઉત્પન્ન કરવા યત્ન કરવો જોઈએ તેનો માર્ગાનુસારી બોધ પ્રાપ્ત કરે છે.
વળી, સાધુઓ બાર ભાવનાઓ કરીને સતત આત્માને જાગ્રત કરે છે જેથી સંસારના નિમિત્તો ન સ્પર્શે તેવું ઉત્તમ ચિત્ત તે ભાવનાઓથી થાય છે. ભાવના એટલે માત્ર વિચારણા નથી, પરંતુ સંસારના પદાર્થો કઈ રીતે અનિત્ય છે, ઇત્યાદિનું સ્વરૂપ તે રીતે અવલોકન કરવું જોઈએ, જેથી સતત સંસારના ઉચ્છેદને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત રહે. આવી ભાવનાઓ કઈ રીતે કરવી ? તેનો માર્ગાનુસારી બોધ પ્રસ્તુત ગ્રંથના નવમા અધ્યાયમાંથી પ્રાપ્ત થાય છે.
વળી, સુસાધુ શક્તિના પ્રકર્ષથી વિતરાગ થવા માટે પરિષદોનો જય કરવા યત્ન કરે છે તેથી પ્રસ્તુત અધ્યાયમાં બાવીશ પરિષદોનું સ્વરૂપ બતાવ્યું છે. જેનો બોધ કરીને યોગ્ય જીવોને કઈ રીતે પરિષહજય માટે ઉદ્યમ કરવો જોઈએ ? જેથી તે તે વિષમ સંયોગોમાં પણ ચિત્ત મોહનાશને અનુકૂળ યત્ન કરવા સમર્થ બને તેનો સૂક્ષ્મ બોધ પ્રાપ્ત થાય છે.
મુનિનું ચારિત્ર સામાયિક આદિ પાંચ ભેદવાળું છે, તેનું પ્રસ્તુત અધ્યાયમાં વર્ણન કર્યું છે, જેનાથી સામાયિકની તરતમતાનો સૂક્ષ્મ બોધ થાય છે તથા પૂર્ણ સામાયિકનો પરિણામ વીતરાગને જ છે અને તેને અભિમુખ પૂર્વ-પૂર્વના સામાયિકો છે, તેનો માર્ગાનુસારી બોધ થાય છે.
વળી, પાંચ પ્રકારનો સ્વાધ્યાય સાધુઓ કઈ રીતે કરે છે ? તેનો સંક્ષેપથી પણ માર્ગાનુસારી બોધ પ્રાપ્ત થાય તે પ્રકારે વાચનાદિ સ્વાધ્યાયોનું સ્વરૂપ પ્રસ્તુત અધ્યાયમાં બતાવેલ છે.
ધ્યાન પ્રથમ ચાર સંઘયણમાં હોય છે તે બતાવીને ધ્યાનમાં કઈ રીતે યત્ન થાય ? તેનો બોધ કરાવવા અર્થે ચાર પ્રકારના ધ્યાનનું સ્વરૂપ બતાવેલ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારના કારણ છે અને