SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૪૯ પ આહારકશરીર આહારકલબ્ધિધર એવા ચૌદપૂર્વધરોને હોય છે, એમ બતાવ્યું. હવે શરીર વિષયક જે કાંઈ અવશિષ્ટ શેષ વક્તવ્ય છે તે ભાષ્યકારશ્રી બતાવે છે – ભાષ્ય I तेजसमपि शरीरं लब्धिप्रत्ययं भवति, कार्मणमेषां निबन्धनमाश्रयो भवति । तत्कर्मत एव भवतीति बन्धे पुरस्ताद्वक्ष्यति, कर्म हि कार्मणस्य कारणमन्येषां च शरीराणामादित्यप्रकाशवत्, यथाऽऽदित्यः स्वमात्मानं प्रकाशयति अन्यानि च द्रव्याणि न चास्यान्यः प्रकाशकः, एवं कार्मणमा-त्मनश्च कारणमन्येषां च शरीराणामिति ।। ભાષ્યાર્થ : તેનસમપિ શરીર ..... આદિ શરીરનો, કાર્યણ=કાર્યણશરીર, નિબંધન છે=આશ્રય છે. કેમ આશ્રય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – શરીરાળામિતિ । તેજસ પણ શરીર લબ્ધિપ્રત્યય થાય છે. આમનો=ઔદારિક તેના કર્મથી જ=કાર્યણશરીરનામકર્મથી જ, થાય છે=કાર્પણશરીર થાય છે, એ પ્રમાણે બંધમાં=બંધ અધિકારમાં, આગળ=૮મા અધ્યાયમાં, કહેવાશે. કાર્મણશરીર બધા શરીરનું કારણ છે, એને સ્પષ્ટ કરે છે - કર્મ કાર્યણશરીરનું કારણ છે અને અન્ય શરીરોનું (પણ) કારણ છે, આદિત્ય પ્રકાશની જેમ. જે પ્રમાણે સૂર્ય પોતાને પ્રકાશન કરે છે અને અન્ય દ્રવ્યોને પ્રકાશન કરે છે અને આનું=સૂર્યનું, અન્ય પ્રકાશક નથી એ પ્રમાણે કાર્યણશરીર પોતાનું કારણ છે અને આમનું કારણ છે=અન્ય શરીરોનું કારણ છે. ‘કૃતિ’ શબ્દ કાર્યણશરીર આદિ વિષયક અવશિષ્ટ વક્તવ્યની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ: વૈક્રિયશરી૨ અને આહા૨કશરીર તો લબ્ધિપ્રત્યય થાય છે; પરંતુ તૈજસશરીર સર્વ જીવોને અનાદિનું હોવા છતાં કોઈકને લબ્ધિપ્રત્યય પણ થાય છે. તેથી તૈજસલબ્ધિવાળા જીવો તેજોલેશ્યા કે શીતલેશ્યા મૂકીને અપકાર કે ઉપકાર કરી શકે છે. વળી ઔદારિક આદિ સર્વ શરીરોનું કાર્પણ નિબંધન છે=આશ્રય છે=કાર્પણશરીરના કારણે અન્ય શરીરો ઉત્પન્ન થાય છે. જો કાર્મણશરીર ન હોય તો જેમ સિદ્ધના જીવોને કોઈ શરીરની પ્રાપ્તિ નથી તેમ સંસારી જીવોને કોઈ શરીરની પ્રાપ્તિ થાય નહીં. કાર્યણશ૨ી૨ અન્ય સર્વ શરીરોનું કારણ છે એ સ્પષ્ટ ક૨વાર્થે ભાષ્યકારશ્રી કહે છે
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy