SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ તવાર્થાવગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨, સુગ-૪૯ કોઈને વ્યાઘાત કરતું નથી અને કોઈનાથી વ્યાઘાત પામતું નથી એ અવ્યાઘાતી છે. તે આહારકશરીર, ચૌદપૂર્વધરમાં જ છે. ચૌદપૂર્વધર આહારકશરીર ક્યારે બનાવે ? તે સ્પષ્ટ કરવાથું કહે છે – કોઈક કૃ અત્યંત સૂક્ષ્મ અર્થમાં મુશ્કેલીથી બોધ થાય એવા અત્યંત સૂમ અર્થમાં, સંદેહને પામેલ નિશ્ચયતા બોધ માટે ક્ષેત્રાંતરિત એવા અરિહંત ભગવંતના પાદમૂળમાં દારિકશરીરથી અશક્ય ગમન જાણી લબ્ધિપ્રત્યય જ ઉત્પાદન કરે છે–ચૌદપૂર્વધર આહારકશરીર ઉત્પાદન કરે છે. અને ભગવાનને પૂછીને છિન્નસંશયવાળા ફરી આવીને સ્વસ્થાને આવીને, અંતર્મુહૂર્તવાળા તે શરીરને= આહારકશરીરને વ્યુત્સર્જન કરે છે. તે ભાવાર્થચૌદપૂર્વધરને જ આહારકશરીર હોય છે, અન્ય કોઈને આહારકશરીર હોતું નથી. તે આહારકશરીર કેવું હોય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – શુભ હોય છે, વિશુદ્ધ હોય છે અને અવ્યાઘાતી હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આહારકશરીર શુભ એવાં આહારક પગલદ્રવ્યોથી ઉપસ્થિત હોય છે અને શુભ પરિણામવાળું હોય છે અર્થાત્ સુંદર વર્ણ, ગંધ, રસ, સ્પર્શદિવાળું હોય છે. વળી તે આહારકશરીર જેમ શુભ હોય છે, તેમ વિશુદ્ધ પણ હોય છે સ્ફટિક જેવાં સ્વચ્છ નિર્મળ એવાં વિશુદ્ધ દ્રવ્યોથી ઉપસ્થિત હોય છે. વળી સંપૂણ સાવદ્ય ક્રિયાથી રહિત હોવાથી અસાવદ્ય હોય છે અર્થાત્ આહારકશરીરથી કોઈપણ પ્રકારની સાવદ્ય ક્રિયા તે મહાત્માઓ કરતા નથી, માટે તે અસાવદ્ય હોય છે. વળી જેમ ઔદારિકશરીર સ્થાનાંતરમાં જતું હોય તો વચમાં આવનાર સ્કૂલ વસ્તુનો તેનાથી વ્યાઘાત થાય છે તે રીતે આહારકશરીર વ્યાઘાત કરનાર નથી. આથી જ આહારકશરીરવાળા ક્ષેત્રમંતરમાં જતાં હોય તો વચમાં ભીંતાદિ આવે કે પર્વતાદિ આવે તેનો વ્યાઘાત થતો નથી પરંતુ જેમ આત્મા પરભવમાં જાય છે ત્યારે ચારે બાજુથી બંધ ઓરડામાંથી પણ પસાર થઈ શકે છે તેમ આહારકશરીર પણ પસાર થઈ શકે છે. આહારકશરીર કોઈનું વાહનન કરતું નથી અર્થાત્ સ્થાનાંતરમાં ગમન કરતી વખતે વચમાં આવેલ પદાર્થને વ્યાઘાત કરતું નથી કે કોઈ અન્ય પદાર્થ દ્વારા વ્યાઘાત પામતું નથી માટે આવ્યાઘાતી છે. આહારકશરીર ચૌદપૂર્વધરને હોય છે, અન્યને નહીં. તે મહાત્મા નિષ્ઠયોજન આહારકશરીર બનાવે નહીં, પરંતુ કોઈ શાસ્ત્રીય અર્થનો નિર્ણય થતો ન હોય અને અત્યંત સૂક્ષ્મ પદાર્થમાં સંદેહ થયેલો હોય ત્યારે તે પદાર્થનો નિશ્ચિત બોધ કરવા માટે અન્ય ક્ષેત્રમાં રહેલા અરિહંત ભગવંત પાસે દારિકશરીરથી જવું અશક્ય જણાય ત્યારે આહારક લબ્ધિ પ્રગટ થયેલી હોય તો આહારકશરીર બનાવે છે અને પોતાના સંદેહનો અર્થ ભગવાનને પૂછીને છિન્ન સંશયવાળા તે મહાત્મા અંતર્મુહૂર્ત કાળવાળા તે શરીરનો ત્યાગ કરે છે. અર્થાત્ અંતર્મુહૂર્તમાત્ર કાળમાં તે શરીર દ્વારા પ્રશ્ન પૂછીને અંતર્મુહૂર્ત કાળ પૂરો થાય તે પહેલાં ઔદારિકશરીરમાં આવી જાય છે.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy